બ્રેકિંગ ન્યુઝ
VTV / People are spying on partners and children because of this flaw in WhatsApp
Last Updated: 12:47 PM, 16 April 2021
ADVERTISEMENT
હાલમાં જ વૉટ્સઍપની પ્રાઇવસી પોલીસીને લઇને વિવાદ થયો હતો. તમામ પ્રયત્નો બાદ પણ કોઇ ને કોઇ કારણસર વૉટ્સઍપને લઇને વિવાદ સર્જાતો જ રહે છે. હવે વૉટ્સઍપના ઓનલાઇન સ્ટેટસમાં ખાસીના કારણે લોકોની પ્રાઇવસી ખતરામાં પડી ગઇ છે.

ADVERTISEMENT
વૉટ્સઍપની ચૅટ લીક
વૉટ્સઍપના ઓનલાઇન સ્ટેટસમાં ખામીનો ફાયદો ઉઠાવીને લોકો હવે પોતાના પાર્ટનર, મિત્રો અને બાળકોની જાસૂસી કરી રહ્યાં છે. ટ્રેસ્ડની એક રિપોર્ટ અનુસાર હેકર્સ ઓનલાઇન સ્ટેટસ ટ્રેકર દ્વારા વેબસાઇટ અને એપ્સથી પોતાના પાર્ટનર, મિત્રો અને બાળકોની જાસૂસી કરાવે છે.
વૉટ્સઍપ પર કોણ કોની સાથે વાત કરી રહ્યું છે તે પણ જાણી શકાય છે. કોણે કોની સાથે કેટલી વાર સુધી વાત કરી છે તે પણ જાણી શકાય છે અથવા તો દિવસમાં કેટલી વાર વાત થઇ છે તેની પણ જાણકારી મળી જાય છે.
ADVERTISEMENT
પ્રોફાઇલ જણાવે છે
વૉટ્સઍપ પર જ્યારે પણ કોઇ ઓનલાઇન આવે છે તેની પ્રોફાઇલ તરત જ બતાવી દે છે કે યુઝર હવે ઓનલાઇન છે. તે કોઇ પણ જોઇ શકે છે. જો યુઝરે નંબર સેવ નથી કર્યો તો પણ લોકો તેને જોઇ શકે છે. આનો જ ફાયદો ઉઠાવીને વૉટ્સઍપ સ્ટેટસ ટ્રેકર કોઇ પણ યુઝરના સ્ટેટસને સતત મોનિટર કરે છે.
આ વેબસાઇટ્સ દ્વારા જ ખબર પડે છે કે કોણ ઓનલાઇન આવ્યુ, ક્યારે ઓનલાઇન આવ્યુ, કેટલી વાર સુધી કોની સાથે વાત કરી અને ક્યા પેટર્નની વાત કરી, આ વસ્તુનો ફાયદો ઉઠાવીને લોકો પોતાના પાર્ટનર્સ અને બાળકોની જાસૂસી કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.