બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / pcb chief ramiz raja says if india stops icc funding pak will be in trouble

કબુલાત / ભારતના પૈસે આપણાં ત્યાં ક્રિકેટ છે, BCCI ના હોય તો રસ્તા પર આવી જઈશું: પાકિસ્તાનનું કબૂલનામું

Premal

Last Updated: 11:34 AM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ્દ થવાથી હતપ્રભ થયેલા પાકિસ્તાને આકરું નિવેદન કર્યુ હતુ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પૂર્વ કોમેન્ટેટર રમીઝ રાઝા પણ પોતાની નિવેદનબાજીથી ચર્ચામાં આવ્યાં હતા.

  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેને કર્યુ આકરું નિવેદન
  • ICCની કાઉન્સિલની ફંડિંગમાંથી વધુ આત્મનિર્ભર થવાની જરૂર
  • પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ પચાસ ટકા આઈસીસીના ફંડિંગથી ચાલે છે

રમીઝને સતાવી રહ્યો છે ડર

હવે રમીઝ રાઝા વધુ એક નિવેદનને લઇને ચર્ચામાં આવ્યાં છે. જે તેમણે ભારત માટે આપ્યું છે. PCB પ્રમુખ આંતર-પ્રાંતિયએ કો-ઓર્ડિનેશન પર સીનેટની સ્થાયી સમિતિની સાથે બેઠકમાં કશું એવુ કહ્યું છે, જેને પચાવવુ પાકિસ્તાનીઓ માટે મુશ્કેલ રહેશે. પરંતુ આ વાસ્તવિકતા છે. રમીઝ રાઝાએ આ બેઠકમાં ભાર આપ્યો છે કે પીસીબીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની ફંડિંગમાંથી વધુ આત્મનિર્ભર થવાની જરૂર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ પચાસ ટકા આઈસીસીની ફંડિંગથી ચાલે છે. જ્યારે આઈસીસીને 90 ટકા ફંડિંગ ભારતમાંથી આવે છે. મને ભય છે કે જો ભારત આઈસીસીને ફંડિંગ આપવાનું બંધ કરી દેશે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સંપૂર્ણ રીતે સમાપ્ત થશે. રાઝાએ સ્પષ્ટતા સાથે કહ્યું કે જો ભારત નહીં હોય તો પાકિસ્તાન રસ્તા પર આવી જશે.

તૈયાર રાખ્યો છે Blank Cheque

રમીઝ રાઝાએ કહ્યું, પીસીબી આઈસીસીને જીરો ટકા ફંડિંગ આપે છે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મજબુત બનાવવા માટે પ્રતિબંદ્ધ છું. એક રોકાણકારનું તો એવુ પણ કહેવુ છે કે જો પાકિસ્તાન આગામી ટી-20 વિશ્વ કપમાં ભારતને હરાવે છે તો પીસીબી માટે એક બ્લેન્ક ચેક તૈયાર મળશે. રમીઝ રાઝાએ કહ્યું કે જો પીસીબી આર્થિક રીતે મજબુત થશે તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમો પાકિસ્તાન પ્રવાસને છોડીને જશે નહીં.

મેદાન પર લઈશું બદલો

રમીઝે કહ્યું કે, જો આપણી ક્રિકેટ ઈકોનોમી મજબૂત હોત તો આપણો ઉપયોગ કરાયો ના હોત અને ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવી ટીમો પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડીને ના ગઈ હોત. તેમણે કહ્યું કે, બેસ્ટ ક્રિકેટ ટીમ બનાવવી અને બેસ્ટ ક્રિકેટની ઈકોનોમી ઉભી કરવી. આ બંને અલગ-અલગ બાબતો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ