બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pavagadh ropeway service will remain closed from 16 to January 21

પંચમહાલ / પાવાગઢ દર્શને જનારા યાત્રિકો પહેલાં આ જાણી લેજો, આવતીકાલ 16 તારીખથી આટલાં દિવસ સુધી રોપ-વે સેવા રહેશે બંધ

Dhruv

Last Updated: 09:18 AM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવાગઢ દર્શને જતા યાત્રિકો માટે તારીખ 16થી 21 જાન્યુઆરી સુધી પાવાગઢ રોપ-વે સેવા રહેશે બંધ રહેશે.

  • પાવાગઢ દર્શને જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર
  • 16થી 21 જાન્યુઆરી સુધી રોપ-વે સેવા બંધ રહેશે
  • એન્યુઅલ મેન્ટેનન્સ માટે રોપ વે સેવા બંધ રાખવાની જાહેરાત

મકરસંક્રાતિના પાવન પર્વ દરમ્યાન પાવાગઢ જનારા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એટલે કે આવતીકાલથી 5 દિવસ સુધી પાવાગઢની રોપ-વે સેવા યાત્રિકો માટે બંધ રહેશે. આવતીકાલ તારીખ 16થી 21 જાન્યુઆરી સુધી પાવાગઢની રોપ-વે સેવા બંધ રહેશે.

એન્યુઅલ મેન્ટેનન્સ માટે રોપ-વે સેવા બંધ રહેશે
પાવાગઢ મંદિરે દર્શન માટે આવતા ભક્તોએ પગપાળા મંદિરે પહોંચવું પડશે. જણાવી દઇએ કે, એન્યુઅલ મેન્ટેનન્સ માટે પાવાગઢની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે જે અંગેની ઉષા બ્રેકોએ જાહેરાત કરી છે. જોકે 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ-વે સેવા ભક્તો માટે શરૂ થઇ જશે.

અત્રે નોંધનીય છે કે, યાત્રાધામ પાવાગઢમાં મકરસંક્રાતિના પાવન પર્વ નિમિત્તે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. 2 લાખથી વધુ ભક્તોએ પાવાગઢના દર્શન કર્યા હતા. ભક્તિભાવથી મહાકાળી માંનું ધામ પાવાગઢ ઝૂમી ઉઠ્યું હતું.

થોડા દિવસ અગાઉ પણ 2 દિવસ માટે રોપ-વે સેવા બંધ રહેશે
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પણ પાવાગઢની રોપ-વે સેવાને સુસવાટાભર્યા પવનના કારણે બે દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી. ગુજરાતમાં  સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યાં છે. એવામાં પવનની તેજ ગતિના કારણે તાજેતરમાં જ રોપ-વે સેવાને 2 દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી. ત્યારે વધુ એક વખત પાવાગઢની રોપ-વે સેવાને એન્યુઅલ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ