વીડિયોમાં બિહાર સરકારનાં એક જિલ્લા જમીન સંપાદન અધિકારી અરવિંદ કુમાર ભારતીને પટના હાઇકોર્ટનાં એક જજ સવાલો કરી રહ્યાં હતાં. કોર્ટે તેમને પાર્ટિશન મામલો લંબિત થયા દરમિયાન તેમણે એક પક્ષને ભૂમિ સંપાદનનું વળતર કેવી રીતે આપ્યું.
પટના હાઇકોર્ટનાં જજ બગડ્યાં અધિકારી પર
લાઇવ-સ્ટ્રીમનો વીડિયો થયો વાયરલ
જમીન માટે ખોટું વળતર આપવાનો આરોપ
પટના: પટના હાઇકોર્ટે એક જજે આરક્ષણનો મજાક ઉડાવતી ટિપ્પણી કરતાં વિવાદ થયો છે. જસ્ટિસ સંદીપ કુમારની બેંચની 23 નવેમ્બરનાં થયેલી કાર્યવાહીની લાઇવ-સ્ટ્રીમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પટના હાઇકોર્ટનાં જજ જમીન સંપાદન અધિકારી અરવિંદ કુમાર ભારતીને સવાલ કરી રહ્યાં હતાં. જ્યારે તેમણે એવી ટિપ્પણી કરી કે જેના બાદ તે વાત વિવાદમાં પલટાઇ ગઇ.
જમીન માટે ખોટું વળતર આપવાની વાત
કોર્ટને વાતચીત દરમિયાન જાણ કરવામાં આવી હતી કે અધિકારીને અગાઉ તકેદારી ટ્રેપ કેસમાં સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો હતો. જસ્ટિસ કુમારે પક્ષકારોને પોતાનો એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપવાની વાતને સ્થગિત કર્યા બાદ અધિકારીને હિન્દીમાં પૂછ્યું કે ભારતીજી , આરક્ષણ પર નોકરીમાં આવ્યા છો શું?
અધિકારીએ કહ્યું 'હા' અને વકીલો હસ્યાં
અધિકારીએ જજનાં આ પ્રશ્નનો જવાબ હાં માં આપ્યો. અધિકારીનાં કોર્ટ રૂમમાંથી નિકળી જવા બાદ કોર્ટરૂમમાં હાજર કેટલાક વકીલો હસવા લાગ્યાં હતાં. એક વકીલે તો ટિપ્પણી કરી કે "સાહેબ, હવે તો સમજશો વાત?"
2 નોકરી બરાબર તો થઇ ગયું હશે- વકીલ
એક અન્ય વકીલે કહ્યું કે 2 નોકરી સમાન તે થઇ ગયું હશે એટલેકે 2 નોકરીઓ સમાન સંપત્તિ બનાવી લીધી હશે. જજે ફરી પોતાનો હાથ બતાવ્યો અને કહ્યું કે 'ના ના, એવું કંઇ ન હોય આ લોકોમાં, આ બિચારાએ જે પૈસા કમાવ્યાં હશે તે વાપરી દીધાં હશે.'
જજની ટિપ્પણી પર છૂટ્યું હાસ્ય
જજની ટિપ્પણી પર કેટલાક વકીલોનું હાસ્ય છૂંટી ગયું .આ તમામ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.