બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patidar reservation movement case: Patidar MPs reach Gandhinagar to meet CM Bhupendra Patel

નવા-જૂની / તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યા, સમાજની મુખ્ય માંગ પર એકજુથે CM પટેલને કરશે રજૂઆત

Vishnu

Last Updated: 06:05 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર સાંસદો સરકાર તાત્કાલિક અનામત અંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી કરશે રજૂઆત, આ પહેલા પાટીદાર સમાજના આગેવાનોએ લીધી હતી CMની મુલાકાત

  • વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર 
  • પાટીદાર મુદ્દે રાજકીય પક્ષો અને નેતાઓ એક્શન મોડમાં
  • ભાજપના તમામ પાટીદાર સાંસદો પહોંચ્યા ગાંધીનગર

2022ની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં રોજ નવા-નવા સમીકરણો સામે આવે છે. તેમાં પણ પાટીદાર ફેક્ટર પર સૌકોઈની નજર મંડરાયેલી છે. ત્યારે પાટીદાર સમાજના આગેવાનો બાદ રાજકીય નેતાઓ પણ એક્શન મોડમાં આવ્યા છે. ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં તે મુખ્યમંત્રીને મળીને પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેચવા રજૂઆત કરશે.

તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યા
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા સૌ કોઈ પોતાની વૉટબેંક મજબૂત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના તમામ પાટીદાર સાંસદોએ સમાજનું મુખ્ય રજૂઆતને સીએમ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.સરકાર તાત્કાલિક અનામત અંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી રજૂઆત કરવા ભાજપના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં છે. એકસાથે CMને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેચવા તેમજ અનામત વખતે જીવ ગુમાવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવા રજૂઆત કરશે.

કયા કયા પાટીદાર સાંસદો CM ભુપેન્દ્ર પટેલને મળશે

  • રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદા બેન પટેલ
  • એચ.એસ. પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયા
  • તમામ સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં

આ પહેલા નરેશ પટેલ અને પાટીદાર સમાજના અન્ય આગેવાનોએ CMને કરી હતી રજૂઆત
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, PAAS નેતા અને અન્ય પાટીદારોએ ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં CM સાથે પાટીદાર આગેવાનોની મળેલી બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી. ત્યારે CM અને પાટીદારો વચ્ચે શું ચર્ચા થઇ? આ અંગે પાસ આગેવાન દિનેશ બાંભણિયાએ માહિતી આપી હતી.

બેઠક બાદ દિનેશ બાંભણિયાએ શું કહ્યું હતું?
આ બેઠક અંગે PAAS આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલની હાજરીમાં બેઠક થઈ છે. કેસ પરત ખેંચવા બાબતે ચર્ચા થઈ છે. કેસ પરત ખેંચવામાં આવશે. મુખ્યમંત્રીએ કેસ પરત ખેંચવા બાંહેધરી આપી છે. યુવાનોને હેરાનગતિ કરવામાં નહીં આવે. CM દુબઇથી પરત આવશે એટલે અધિકારીઓ સાથે બેઠક કરશે. શહિદ પરિવારના એક સભ્યને નોકરી આપવાની ખાત્રી આપી છે. તો રાજદ્રોહના કેસ પરત ખેંચવાની પણ ખાત્રી આપી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ