બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / pathan controversy saffron bikini row kolkata speech vhp threatens to hold pathan

બોલીવુડ / 'પઠાણ' વિવાદ પર VHPએ ખોલ્યો મોરચો, આપ્યું એવું નિવેદન કિંગખાનનું વધ્યું ટેન્શન, કહ્યું નહીંતર..

Premal

Last Updated: 06:22 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણના ગીતમાં દીપિકા પાદુકોણની બિકિનીના રંગનો મામલો ઘણો વધી ગયો છે. સોશિયલ મીડિયામાં ચાલતા વિવાદ વચ્ચે શાહરૂખે સોશિયલ મીડિયા અને નકારાત્મકતાને લઇને એક સુંદર સ્પીચ આપી હતી. હવે વિશ્વ હિન્દુ પરિષદના જોઈન્ટ જનરલ સેક્રેટરી સુરેન્દ્ર જૈને કહ્યું છે કે શાહરૂખ જો માફી નહીં માંગે તો પઠાણ રીલીઝ થવા નહીં દઈએ.

  • દીપિકા પાદુકોણની બિકિનીના રંગનો વિવાદ વધ્યો
  • શાહરૂખે કોલકત્તા ફિલ્મ ફેસ્ટિવલમાં સકારાત્મક સ્પીચ આપી
  • જો શાહરૂખ માફી નહીં માંગે તો ફિલ્મ રીલીઝ નહીં થાય: VHP

ઘણા દિવસો બાદ દીપિકાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો 

'બેશરમ રંગ' ગીત આવતા જ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની કેમિસ્ટ્રીની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ થઇ છે. ગીતમાં પ્રશંસકોને ઘણા દિવસો બાદ દીપિકાનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો. પરંતુ આ દરમ્યાન ગીતના એક ખાસ સીનને લઇને હોબાળો શરૂ થયો. જેમાં દીપિકાએ ઓરેન્જ કલરની બિકિની પહેરી હતી. 

વિશ્વ હિન્દુ પરિષદે ગીત પર દર્શાવ્યો વાંધો

વિશ્વ હિન્દુ પરિષદે પણ આ ગીતને લઇને વાંધો દર્શાવ્યો. સંગઠનના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું હતુ કે ભગવા રંગને બેશરમ ગણાવી છીછરી અને વાંધાજનક પ્રકારની એક્ટિવિટી કરવી એન્ટી હિન્દુ માનસિકતાની હદ છે. આ વિવાદ દરમ્યાન શાહરૂખ ખાન કોલકત્તા ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા અને ત્યાં તેમણે સોશિયલ મીડિયા અંગે વાતચીત કરતા એક સારી સ્પીચ આપી. શાહરૂખની સ્પીચ જનતાને વધુ પસંદ આવી. પરંતુ આ ગીતને લઇને ચાલતો વિવાદ હવે વધુ ગરમ થયો છે. 

'પઠાણ'ની રીલીઝ રોકવાની ધમકી 

શાહરૂખની સ્પીચનો પલટવાર કરતા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પણ નિવેદન સામે આવ્યું છે. સંગઠનના જોઈન્ટ સેક્રેટરી સુરેન્દ્ર જૈને કહ્યું કે શાહરૂખ ખાન અહંકારી વર્તન કરી રહ્યાં છે. તેમણે કહ્યું, માફી માંગવાના બદલે શાહરૂખ ખાન અહંકારી વર્તન કરી રહ્યાં છે. કોલકત્તામાં ખાને કહ્યું કે ભારતનુ સોશિયલ મીડિયા સંકુચિત માનસિકતાવાળુ થઇ ગયુ છે. જૈને વધુમાં કહ્યું, જો શાહરૂખ માફી નહીં માંગે તો અમે તેમની ફિલ્મ રીલીઝ નહીં થવા દઈએ. તેમનુ કહેવુ છે કે ભગવા રંગને બેશરમ રંગ ગીતમાં બતાવીને શાહરૂખની પઠાણે હિન્દુ ધર્મ અને આખા ભારતનુ અપમાન કર્યુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ