ફિલ્મ પઠાણની બીજા રવિવારની કમાણીના આંકડા સામે આવ્યા છે અને શાહરૂખ ખાનની ફિલ્મે બીજા રવિવારે આટલી ધમાકેદાર કમાણી કરીને ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે.
પઠાણ ફિલ્મ તોફાની ગતિએ કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડી રહી છે
પઠાણની કમાણીનો આંકડો 800 કરોડને પાર
બોક્સ ઓફિસ પર છવાઈ ફિલ્મ પઠાણ
શાહરુખ ખાને પઠાણ ફિલ્મ દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે તે આજે પણ બોક્સ ઓફિસનો બાદશાહ છે. ફિલ્મ પઠાણએ બોક્સ ઓફિસમાં સુનામી લાવી દીધી છે અને શાહરૂખ ખાને ઈતિહાસના પાનામાં પોતાનું ધમાકેદાર કમબેક નોંધાવ્યું છે. ફિલ્મ પઠાણનું તોફાન એવું છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યું. જણાવી દઈએ કે શાહરૂખની ફિલ્મ રિલીઝ થયાના બે અઠવાડિયા પૂરા થવાના છે પણ ફિલ્મની ઝડપી કમાણી હજુ પણ ચાલુ છે.
બોક્સ ઓફિસ પર છવાઈ ફિલ્મ પઠાણ
શાહરૂખની પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મ તોફાની ગતિએ કમાણી કરીને સતત ઘણા રેકોર્ડ તોડી રહી છે. આ સાથે જ પહેલા વીકએન્ડની જેમ બીજા વીકેન્ડમાં પણ પઠાણે જાદુ સર્જ્યો છે. પઠાણની બીજા રવિવારની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મે બીજા રવિવારે આટલી ધમાકેદાર કમાણી કરીને ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે.
#Pathaan early estimates for 2nd Sunday is a whopping ₹ 28 Crs..
પઠાણની કમાણીનો આંકડો 800 કરોડને પાર
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણનું બીજા રવિવારે ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન આશરે રૂ. 28 કરોડ હતું. જો કે પઠાણની ગુંજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે. ભારતીય બોક્સ ઓફિસની જેમ વિદેશોમાં પણ પઠાણનો ડંકો વાગી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણનું વિશ્વભરમાં ગ્રોસ કલેક્શન આશરે રૂ. 850 કરોડ છે. માત્ર 12 દિવસમાં 850 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શ કરવો એ પઠાણ ફિલ્મની મોટી સફળતા છે.
પઠાણે દંગલને પણ કમાણીમાં પાછળ છોડી
જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અગાઉ આમિરની દંગલ હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મ હતી, જેણે ભારતીય બોક્સ ઓફિસ પર 387 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું પણ હવે શાહરૂખ ખાનની પઠાણે કમાણીની બાબતમાં આમિરની દંગલને પાછળ છોડી દીધી છે. હવે પઠાણ ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે સાથે જ સૌથી વધુ કમાણી કરનાર ટોપ હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 430 કરોડનું કલેક્શન કર્યું છે અને કમાણી હજુ પણ ચાલુ છે.