બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patan sog expedited the supply of illegal urea fertilizer

પર્દાફાશ / પાટણ SOGની કાર્યવાહી, મીઠાની થેલીની આડમાં ગેરકાયદેસર લઇ જવાતું 4.79 લાખનું યુરિયા ખાતર કર્યું જપ્ત

Khyati

Last Updated: 12:17 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ SOGએ ખેતીવાડી અધિકારીઓને સાથે રાખીને રૂ.4.79 લાખનું બિનઅધિકૃત સબસિડી વાળું યુરિયા ખાતર ભરેલી બે ટ્રકો ઝડપી

  • ગેરકાયદે યુરીયા ખાતરના કૌભાંડનો પર્દાફાશ 
  • પાટણ SOGએ બાતમી મળતા પાડી રેડ 
  • હારીજના કુકરાણા માર્ગે આવેલા જલીયાણ ગામેથી ખાતર ઝડપાયુ

મોંઘવારીએ તો ભારે કરી. જીવન જરૂરી ચીજવસ્તુઓ સહિત ખાતરના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે હવે ખાતરની પણ ગેરકાયદેસર રીતે હેરફેર થવા લાગી. પાટણ એસઓજીએ બિનઅધિકૃત સબસિડીવાળુ યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે.યુરિયા ખાતરનો ગેરકાયદેસરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

ગેરકાયદે યુરિયા ખાતર ઝ઼ડપાયુ

મહત્વનું છે કે  હારિજ ખાતે પાટણ એસ.ઓ.જીની ટીમ ગુપ્ત પેટ્રોલિંગમાં હતી ત્યારે હારિજથી કુકરાણા જતા રોડ પર જલિયાણ 2 ના ગોડાઉનોમાં બિનઅધિકૃત યુરિયા ખાતર હોવાની બાતમી મળી હતી. જે બાદ પાટણ એસઓજીએ ખેતી વિભાગના અધિકારીઓને સાથે રાખીને  રેડ કરવામાં આવી હતી. હારીજના કુકરાણા માર્ગ પર આવેલ જલીયાણ ગામે રેડ કરતા યુરિયા ખાતર મળી આવ્યું. ગોડાઉન અને ટ્રકમાં રાખેલુ યુરિયા ખાતર ઝડપાયું. એસઓજીએ ગેરકાયદે 1799  યુરિયા ખાતરની થેલી જપ્ત કરી.  અંદાજિત કિંમત રૂ. 4.79 લાખનું યુરિયા ખાતર જપ્ત કરાયું.  આ સાથે જ બે વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. એસઓજીએ ગોડાઉનમાં તપાસ કરતા મીઠાની થેલીની આડમાં યુરિયા ખાતર રખાયુ હોવાનું સામે આવ્યુ છે. 

મીઠાના થેલીની આડમાં યુરિયા ખાતરની હેરાફેરી

આ અંગે ટ્રક ડ્રાઇવર હબીબભાઇએ આ ટ્રકો ડીસાથી ભરાવી હોવાનું જણાવ્યુ હતું. જ્યારે ગોડાઉનમાં તપાસ કરી તો મીઠાની થેલી, કૃભકો કંપની, તથા જી.એસ.એફ.સી અને જી.એન,એફ,સીની થેલીઓમાં યુરિયા ખાતર ભરેલું જોવા મળ્યુ હતું.  એક ટ્રકમાં કૃભકોની 445 બેગ ,બીજી ટ્રકમાં ઇફકોની 445 બેગ મળી કુલ 1799 જેટલી બિન અધિકૃત સબસીડી વાળો જથ્થો મળી આવ્યો હતો.તમામ મુદ્દામાલ ઝડપી હારિજ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો હતો.

 

ગેરકાયદે યુરીયા ખાતરનું કનેક્શન ક્યાં સુધી ?

ત્યારે હવે અહીં વાત એ છે કે મીઠાની થેલીમાં યુરિયા ભરીને આ જથ્થો કોને વેચવામાં આવતો હતો. કોના કહેવાથી આ પ્રકારનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ખેડૂતો યુરિયા ખાતરની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ તગડો નફો કમાવવામાં ગેરકાયદે યુરિયા ખાતરની હેરફેર ચાલી રહી છે. વળી ગોડાઉનના માલિક કોણ છે.  ગોડાઉનમાં આવા ગોરખધંધા ચાલી રહ્યા છે તેમાં કેટલા લોકોની સંડોવણી છે ? મહત્વનું છે કે   સબસીડી યુક્ત ખાતર લાયસન્સ ધારક ડીલરોને ખેડૂતોને વેચાણ માટે આપવામાં આવે છે.પરંતુ નફાખોર તત્વો  તગડો નફો કમાઈ લેવા થેલીઓ બદલાવી આસાનીથી હેરાફેરી કરે છે. જેનો પાટણ એસઓજીએ  પર્દાફાશ કર્યો  છે. ત્યારે હાલ આ મામલે હારીજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ