બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Past statistics say Gujarat Titans will win IPL trophy this time, find out what the equation is

ક્રિકેટ / ભૂતકાળના આંકડા કહે છે, આ વખતે IPLની ટ્રોફી જીતશે ગુજરાત ટાઈટન્સ, જાણો શું છે સમીકરણ

MayurN

Last Updated: 04:27 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂતકાળના આંકડાને તપાસતા જે ટીમ ક્વોલિફાયર-1 માં જીત મેળવે છે એજ ટીમ ફાઈનલમાં પણ બાજી મારે છે એટલે કદાચ આ મુકાબલામાં પણ ગુજરાત ટાઇટન્સ ‘બાજી’ મારી લેશે!

  • રાજસ્થાન 14 વર્ષ પછી ફાઈનલ મુકાબલો રમશે 
  • ગુજરાતની પહેલી ડેબ્યુ મેચ અને પહેલી જ વખત ફાઈનલમાં 
  • જો આંકડા જોઈએ તો ગુજરાત આ વર્ષનો ખિતાબ પોતાના નામે કરશે 

ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત જયારે રાજસ્થાન 14 વર્ષ પછી ફાઈનલમાં  
ગુજરાત ટાઇટન્સ પોતાની આઇપીએલની ડેબ્યૂ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે. હાર્દિકની સેનાએ ક્વોલિફાયર-1 માં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવી દીધી હતી. હવે આવતી કાલે રમાનારા ફાઇનલ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ પોતાના હોમગ્રાઉન્ડ અને દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ખિતાબી મુકાબલા માટે મેદાનમાં ઊતરશે. અગાઉની આઇપીએલના આંકડા જોવામાં આવે તો ફાઇનલ મુકાબલામાં પણ ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ પર ભારે પડી છે. રાજસ્થાન રોયલ્સ 14 વર્ષના લાંબા સમયગાળા બાદ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે.

ઈતિહાસ કહે છે ગુજરાતની જીત છે પાક્કી 
આઇપીએલ ઇતિહાસમાં અત્યાર સુધીમાં ફક્ત ત્રણ જ વાર એવું બન્યું છે, જ્યારે ક્વોલિફાયર-1 ની વિજેતા ટીમ ચેમ્પિયન બની ના હોય. વર્ષ 2013માં ચેન્નઈ સુપર કિંગ્સ, 2016માં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુ અને 2017 માં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ ક્વોલિફાયર-1 માં જીત હાંસલ કરવા છતાં ફાઇનલ મુકાબલામાં હારી ગઈ હતી. આઠ વાર એવું બન્યું છે કે ક્વોલિફાયર-1 ની વિજેતા ટીમ ટ્રોફી ઊંચકવામાં સફળ રહી છે. આ વખતે ક્વોલિફાયર-1 ની વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ છે. આ સંયોગ પરથી કહી શકાય કે ગુજરાત ટાઇટન્સ આવતી કાલની ફાઇનલમાં બાજી મારી લેશે.
 
આ ટીમો જેણે ક્વોલિફાયર-1 અને ફાઈનલ બન્નેમાં જીત મેળવી 

વર્ષ  ટીમ 
2011 ચેન્નાઈ સુપર કિંગ્સ
2012 કોલકાતા નાઈટ રાઈડર્સ
2014 કોલકાતા નાઈટ રાઈડર્સ
2015 મુંબઈ ઈન્ડિયન્સ
2018 ચેન્નાઈ સુપર કિંગ્સ
2019 મુંબઈ ઈન્ડિયન્સ
2020 મુંબઈ ઈન્ડિયન્સ
2021 ચેન્નાઈ સુપર કિંગ્સ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ