સર્વિસ / ફ્લાઈટમાં મુસાફરી કરનારા માટે સારા સમાચાર, 5 મહિના બાદ ફ્લાઈટમાં અપાતી આ સેવા શરુ

Passengers will get food again on the flight

કોરોના વાયરસને કારણે આખી દુનિયાની રફ્તાર જાણે અટકી ગઈ હતી. કોરોનાથી બચવા અનેક દેશોએ લોકડાઉનનો માર્ગ અપનાવ્યો હતો. હવે ધીરે ધીરે કરીને દુનિયાના દેશો તેમાંથી બહાર આવી રહ્યા છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તકેદારીના ભાગ રુપે કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તમામ સેવાઓ બંધ કરાઈ હતી. જેમાં વિમાન સેવા પણ હતી. જોકે થોડાક મહિનાથી તે શરુ તો કરાઈ છે પણ કેટલાક નિયમોના પાલન કરવાની શરત સાથે. તેમજ ફ્લાઈટમાં કેટલીક સેવાઓ જેવી કે ભોજનની સેવા બંધ કરાઈ હતી. હવે તેને ફરી ચાલુ કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ