બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / અજબ ગજબ / Passengers catch mobile thief, hold him hanging outside moving train in Bihar | Video

આકરી સજા / VIDEO : જિંદગીમાં નહીં કરે ચોરી ! લોકોએ મોબાઈલ ચોરને ચાલતી ટ્રેન બહાર લટકાવ્યો, પાડી મરણચીસો

Hiralal

Last Updated: 10:02 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના બેગૂસરાયમાં લોકોએ એક મોબાઈલ ચોરને ચાલતી ટ્રેનની બારી બહાર હાથ પકડીને લટકાવી દીધો હતો.

  • બિહારના બેગૂસરાયની ઘટના
  • ટ્રેનમાં મોબાઈલ ચોરને લોકો કરી ક્રૂર સજા
  • ચાલતી ટ્રેનની બારી બહાર લટકાવી દીધો
  • હાથ ન છોડશો, ન છોડશો, શખ્સ બૂમો પાડતો રહ્યો 

બિહારના બેગૂસરાયમાં એક ટ્રેનમાં મોબાઈલ ચોરી કરવાનું એક શખ્સને એટલું ભારે પડ્યું કે તે જિંદગીમાં ફરી ક્યારેક ચોરી નહીં કરે. હકીકતમાં લોકોએ મોબાઈલ ચોરનાર એક શખ્સને પકડીને ચાલતી ટ્રેનની બારી બહાર લટકાવી દીધો હતો. આ દરમિયાન શખ્સ હાથ ન છોડશો, ન છોડશો એવી બૂમો પાડતો રહ્યો હતો. 

મોબાઈલ ચોરને લોકોએ ચાલતી ટ્રેનની બહાર લટકાવ્યો 

સોનપુર-કટિહાર રેલ વિભાગના સાહેબપુર કમાલ સ્ટેશને એક પ્રવાસીનો મોબાઈલ ચોરીને બે શખ્સ ભાગ્યાં હતા. બન્ને શખ્સ મોબાઈલ ચોરીને ભાગવા લાગ્યા હતા પરંતુ તેમાંય એક સફળ થયો પરંતુ લોકોએ બીજા ચોરને પકડી શર્ટથી પકડી પાડ્યો હતો અને હવે આ દરમિયાન ગાડી ઉપડી ગઈ અને આ રીતે લોકો તેને બારી બહાર લટકાવીને ઊભા હતા. ઘણા કિલોમીટર સુધી આ ક્રમ ચાલ્યો ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાતું હતું કે એક શખ્સ બારી બહાર લટકી રહ્યો છે અને તે હાથ ન છોડી દેતા, ન છોડી દેતા એવી બૂમો પાડતો રહ્યો હતો. ઘણા કિલોમીટર સુધી શખ્સને આ રીતે લટકતો રાખ્યા બાદ લોકોએ એક સ્ટેશન આવતા તેને છોડી મૂક્યો હતો અને નીચે ઉતરતાં જ રાહતનો શ્વાસ લેતા તે ભાગ્યો હતો પરંતુ હવે તેને જિંદગીનો બોધપાઠ મળી ગયો હતો અને હવે તે ક્યારેય પણ ચોરી નહીં કરે. 

વીડિયો થયો વાયરલ
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમા ચાલતી ટ્રેનની બારી બહાર લટકી રહેલો એક શખ્સ જોવા મળતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ