બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Parivartini Ekadashi today Do not do this work even by mistake Lord Vishnu will get angry

પરિવર્તિની એકાદશી / આજની ખાસ એકાદશી પર ભૂલથી પણ ન કરતાં આ કામ, ગુસ્સે થઈ જશે ભગવાન વિષ્ણુ

Megha

Last Updated: 11:19 AM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાતુર્માસ દરમિયાન પાતાળ લોકમાં નિદ્રા કરી રહેલ ભગવાન વિષ્ણુ આ દિવસે પડખું ફરે છે અને એટલા માટે જ આ એકાદશીનું નામ પરિવર્તિની એકાદશી પાડવામાં આવ્યું છે.

  • પરિવર્તિની એકાદશીનું વ્રત આજે એટલે કે 6 સપ્ટેમ્બર 2022ના રોજ
  • ભગવાન વિષ્ણુ આ દિવસે પડખું ફરે છે
  • પરિવર્તિની અગિયારસના દિવસે ન કરવા જોઈએ આ કામ 

ભાદરવા મહિનાની એકાદશી તિથિએ પરિવર્તિની એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે પરિવર્તિની એકાદશીનું વ્રત આજે એટલે કે 6 સપ્ટેમ્બર 2022ના રોજ મનાવવામાં આવી રહ્યું છે. તેને જલઝૂલની એકાદશી અને પદ્મ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાતુર્માસ દરમિયાન પાતાળ લોકમાં નિદ્રા કરી રહેલ ભગવાન વિષ્ણુ આ દિવસે પડખું ફરે છે અને એટલા માટે જ આ એકાદશીનું નામ પરિવર્તિની એકાદશી પાડવામાં આવ્યું છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. સાથે જ પરિવર્તિની એકાદશીના દિવસે થોડા કામ ન કરવા જોઈએ. ચાલો જાણીએ ક્યા છે એ કાર્ય.. 

પરિવર્તિની અગિયારસના દિવસે ન કરવા જોઈએ આ કામ 
ચોખાનું સેવન ન કરો -
પરિવર્તિની એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આજના દિવસે ચોખાનું સેવન કરવાથી આવતા જનમમાં જમીન પર ઢસળતા જીવ તરીકે જન્મ થાય છે. આવી સ્થિતિમાં જો તમે પરિવર્તિની એકાદશીનું વ્રત રાખતા હોવ તો ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ. 

આ વસ્તુઓનું પણ ન કરો સેવન - પરિવર્તિની એકાદશીના દિવસે ઘઉં, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને દાળનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ એકાદશી પર આ અનાજનું સેવન ન કરવાથી બીજા લોકો પર તમારો પ્રભાવ બની રહે છે. 

ગુસ્સો ન કરો  - આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુને ખૂબ જ શાંત માનવામાં આવે છે. એટલા માટે આજના દિવસે ક્રોધ અને વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ. 

કોઈનું ખરાબ ન ઈચ્છો - આજના દિવસે બીજા વિશે ખરાબ વિચાર કે કામ કરવાથી બચવું જોઈએ. સાથે જ એવું માનવામાં આવે છે કે આજના વ્રતનો મોટાભાગનો સમય ભગવાનની પૂજા-અર્ચનામાં પસાર કરવો જોઈએ. 

પરિવર્તિની એકાદશી શુભ મુહૂર્ત-   
એકાદશી તિથિ 6 સપ્ટેમ્બર, 2022 મંગળવારના રોજ સવારે 5 વાગ્યે અને 54 મિનિટે શરૂ શરૂ થાય છે અને 7 સપ્ટેમ્બર સવારે 3 વાગ્યે અને 4 મિનિટે પૂરી થાય છે અને તેનો પારણનો સમય 08:19 થી 08:53 સુધીનો છે. 

પરિવર્તિની એકાદશી પૂજા વિધિ 
આ દિવસે સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવો, એ પછી પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરો. સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી અર્પણ કરો અને ગણેશજીને મોદક અને દુર્વા અર્પણ કરી બંને સામે ઘીનો દીવો પ્રગટાવો. એકાદશીના દિવસે પહેલા ગણેશજીના મંત્રોનો જાપ કરો અને પછી ભગવાન વિષ્ણુનો. બસ આ વિધિને ધ્યાનમાં રાખીને તમારી પરેશાનીઓ દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ