બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / parents should know monkeypox symptoms in children

સ્વાસ્થ્ય / તમારા બાળકને મંકીપોકસથી બચાવવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખજો, જાણો લક્ષણો સહિતની મહત્વની માહિતી

MayurN

Last Updated: 01:41 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોગચાળાના સમયમાં માતાપિતાએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને હાલ મંકીપોક્સના ખતરામાં બાળકોના આ લક્ષણોનું ખાસ ધ્યાન રાખો.

  • બાળકોની રોગચાળામાં ખાસ કાળજી રાખો
  • હાલ બાળકોમાં મંકીપોક્સ થવનો ખતરો 
  • માતાપિતાએ મંકીપોક્સના લક્ષણો પર ધ્યાન આપવું 

માતાપિતાની પહેલી ફરજ હોય છે પોતાના બાળકોનું રક્ષણ કરવું. ત્યારે આજકાલ રોગચાળો એટલો વકર્યો છે કે બાળકોને નાની નાની વસ્તુઓમાં પણ ધ્યાન રાખવું પડે છે. છેલ્લે તમે તમારા બાળકને કોરોના રોગચાળાથી બચાવ્યો હશે. હવે મંકીપોક્સનો ખતરો માથા પર મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં હજુ પણ દરેક વ્યક્તિ મંકીપોક્સથી વાકેફ નથી. તમને જણાવી દઈએ કે જે રીતે આ નવા રોગો લોકોમાં ધીરે ધીરે ફેલાઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય છે, તમારે તેના વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. જો તમે આ માહિતીથી વંચિત રહેશો, તો પછી તમે તમારા બાળકોને તેમનાથી કેવી રીતે દૂર રાખી શકશો?

બાળકોમાં જાણકારીનો અભાવ
આજે અમે તમને મંકીપોક્સ સાથે જોડાયેલી માહિતી આપશું. જેથી તમે તમારા બાળકોની સુરક્ષા કરી શકો. હકીકતમાં નાના બાળકોને આ વાયરસની કોઈ સમજ નથી હોતી. પોતાને આ રોગોથી કેવી રીતે બચાવવી તે તેઓ જાણતા નથી, તેથી તે મહત્વનું છે કે તમે તમારા બાળકોમાં આ લક્ષણો અને ફેરફારોને જાણો, જે બાળકોમાં મંકીપોક્સના લક્ષણો હોઈ શકે છે.

મંકીપોક્સનું જોખમ બાળકોમાં વધારે
તમને જણાવી દઈએ કે મંકીપોક્સ વાયરસ એક પ્રકારનો ઝેનોટિક રોગ છે જે ઝડપથી ફેલાય છે. સૌથી વધુ ભોગ બાળકો, વૃદ્ધો અને એવા લોકોનો થાય છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. સાથે જ ડબ્લ્યુએચઓનું કહેવું છે કે સામાન્ય રીતે બાળકોમાં ગંભીર કેસ જોવા મળે છે. આ વાયરસનું જોખમ ઉંમર, સ્વાસ્થ્ય અને સ્થિતિ વગેરે સાથે સંબંધિત છે. એક રિપોર્ટ અનુસાર, બેક્ટેરિયલ સુપર ઇન્ફેક્શન, સેપ્સિસ, કેરાટાઇટિસ, ટ્રાન્ઝીજલ ફોલ્લાને કારણે શ્વસન સંબંધી રોગો જેવા રોગો ઉપરાંત બાળકો અને ન્યુમોનિયાનો ભોગ બનેલા લોકોમાં મંકીપોક્સનું જોખમ વધારે છે.

લક્ષણો 
મંકીપોક્સ દરમિયાન પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા દેખાશે. સાથે જ બાળકોમાં સામાન્ય તાવ, માથામાં તીવ્ર દુખાવો, પીઠનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને સુસ્તી અને શરીરમાં ફોલ્લીઓ જેવા લક્ષણો જોઈને તમે તેને અનુભવી શકો છો. તાવના ત્રીજા દિવસે શરીરમાં ફોલ્લીઓ જોવા મળશે. તમને ઓરલ ટીસ્યુ, હાથની હથેળીઓ, પગના તળિયા અને ખાનગી ભાગો પર પણ આ ફોલ્લીઓના નિશાન જોઈ શકો છો. ફોલ્લીઓ અથવા જખમની સંખ્યા બદલાઈ શકે છે.

કેવી રીતે બચવું 
તમારા બાળકોને આ વાયરસથી બચવવા માટે થોડી કાળજીઓ લેવી જોઈએ. તમારું બાળક કઈ કઈ જગ્યાએ જાય છે, શું કરે છે એનું ખાસ ધ્યાન રાખવું. સાથે જ ઘરમાં સ્વચ્છતા જાળવો કોઇપણ બીમાર વ્યક્તિ છે તો તેનાથી બાળકોને દુર રાખો સાથે જ બાળકોના મોઢા અને નાકને ઢાંકીને રાખો. જાહેર જગ્યાએથી આવ્યા પછી મોઢું અને હાથને સરખી રીતે સાફ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ