બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / Paras Kalnawat spoke on the relationship with ex GF Urfi Javed, said- 'Then I was only 19 years old'

બચપન કા પ્યાર / અનુપમાના ઑન સ્ક્રીન છોકરાનું ઉર્ફી જાવેદ સાથે હતું ઈલુ-ઈલુ, હવે કહ્યું ત્યારે તો હું બસ...

Megha

Last Updated: 02:11 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

“મને ઉર્ફીથી કશો વાંધો નથી. લગભગ પાંચ વર્ષ પહેલા અમે છ મહિના સુધી ડેટ કર્યું હતું. ભલે તે સમય ઓછો કહેવાય પણ એ મારુ પહેલું રિલેશનશીપ હતું " પારસ

  • પારસ કલનાવત તેની એક્સ ગર્લફ્રેન્ડ ઉર્ફી જાવેદને મળ્યો હતો
  • બંને વચ્ચે ઘણી બોલાચાલી પણ થઈ હતી
  • હાલ પારસે આ વિશે પ્રતિક્રિયા આપી છે

અનુમપમા સિરિયલના દરેક કલાકાર ઘર-ઘરમાં જાણીતા બન્યા છે અને લોકપ્રિય ફેમિલી શોના જ એક એક્ટર પારસ કલનાવત સિરિયલ છોડીને ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' માં ચાલ્યા ગયા હતા. શરૂઆતમાં દરેક લોકોને લાગતું હતું કે તેનો આ નિર્ણય ખોટો છે પણ હાલ પારસ  'ઝલક દિખલા જા'માં ધૂમ મચાવી રહ્યો છે અને ડાન્સને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. પારસ તેના કામની સાથે સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાનો વિષય બની રહે છે. 'ઝલક દિખલા જા' લૉન્ચ પાર્ટીમાં પારસ કાલનવત તેની એક્સ ગર્લફ્રેન્ડ ઉર્ફી જાવેદને મળ્યો હતો અને એ સમયે બંને વચ્ચે ઘણી બોલાચાલી પણ થઈ હતી એવા અહેવાલો સામે આવ્યા હતા અને હાલ પારસે આ વિશે પ્રતિક્રિયા આપી છે. 

હાલ જ એક ઇંટરવ્યૂમાં પારસને આ વાત વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એમને જણાવ્યું હતું કે, ' અમે એ પાર્ટીમાં ઝઘડો નહતો કર્યો પણ હકીકત એવી છે કે ઉર્ફી મારી પાસે આવી અને મારી સાથે સારી રીતે વાત કરી હતી. પાર્ટીમાં મ્યુઝિક ઘણું લાઉડ હતું એટલા માટે લોકોને થયું હશે કે અમે એકબીજા પર બૂમો પાડી રહ્યા છીએ પણ એવું કશું નહતું. આ સિવાય ઉર્ફી એ ઈન્સ્ટાગ્રામ પર 'ઝલક દિખલા જા'માં મારા ડાન્સની પ્રશંસા કરતી સ્ટોરી પણ અપલોડ કરી હતી.'

આગળ પારસે જણાવ્યું હતું કે  “મને ઉર્ફીથી કશો વાંધો નથી. લગભગ પાંચ વર્ષ પહેલા અમે છ મહિના સુધી ડેટ કર્યું હતું. ભલે તે સમય ઓછો કહેવાય પણ એ મારુ પહેલું રિલેશનશીપ હતું અને હું તેનાથી પ્રભાવિત થઈ ગયો હતો. પણ ત્યારે હું 19 વર્ષનો હતો એ પછી બધુ પૂરું થઈ ગયું અને હવે હું આગળ વધી ગયો છું. જે લોકો મારા માટે મહત્વના છે તેઓ મને ઓળખે છે અને હું મારી જાતને એક વ્યક્તિ તરીકે ઓળખું છું. મારી ઘણી સ્ત્રી મિત્રો છે અને તેની સાથે મેં ક્યારેય કોઈ લાઇન ક્રોસ નથી કરી. મને ખબર નથી કે હાલ ઉર્ફીના જીવનમાં શું ચાલી રહ્યું હતું જ્યારે તેને મારા વિશે આવું બધુ કહ્યું હતું પણ હશે જે હતું એ થઈ ગયું. હું ભૂતકાળની ચિંતા કરતો નથી અને મને વર્તમાનમાં જીવવું ગમે છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ અને પારસ કલનાવતની પહેલી મુલાકાત ટીવી સીરિયલ 'મેરી દુર્ગા'ના શૂટિંગ સમયે થઈ હતી અને એ પછી તેઓ થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા હતા. આ પહેલાના એક ઈન્ટરવ્યુમાં ઉર્ફીએ પારસ સાથેના સંબંધોને બાળપણની ભૂલ ગણાવી હતી. ઉર્ફીએ કહ્યું હતું કે, "એક મહિના સુધી ડેટિંગ કર્યા પછી, હું તેની સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી, એ એક નાના બાળક જેવો હતો પણ ખૂબ જ પઝેસિવ હતો અને તેને મારા નામના 3 ટેટૂ કરાવ્યા અને મને મનાવવાની કોશિશ કરી હતી પણ એક વખત બ્રેકઅપ થયા પછી કોણ આવું કરે? હું હવે ફક્ત ટેટૂ માટે તો તેની પાસે ન જઈ શકુંને. એક વખત સંબંધ તૂટયા પછી બીજી વખત હું ક્યારેય એ વ્યક્તિ પાસે નથી જતી."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ