બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panjarapol managers PM Modi to announce Cow Yojana tomorrow ambaaji

BIG NEWS / ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોએ આંદોલન સમેટ્યું, PM મોદી આવતીકાલે જાહેર કરશે ગૌ માતા પોષણ યોજના

Kishor

Last Updated: 10:08 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર  મોદી દ્વારા આદ્યશક્તિ ધામ અંબાજીથી ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરાશે જેને લઇને ગૌશાળા સંચાલકોની માંગનો સુખદ અંત આવ્યો છે.

  • કાલે વડાપ્રધાનના હસ્તે ગૌમાતા પોષણ યોજનાનું લોંચિંગ
  • ગૌશાળા સંચાલકોની માંગનો સુખદ અંત  
  • ગૌશાળાના સંચાલકો છ મહિનાથી કરી રહ્યા હતા સહાયની માંગ

રાજ્યમાં જે ગૌ-શાળા અને પાંજરાપોળ ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા અગાઉ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની શરૂઆત કરાઇ હતી. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની સહાયની જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ સહાય ચુકવવામાં વિલંબ થતા ગૌશાળાના સંચાલકો સહાયની ચૂંકવાની માંગ કરી રહ્યા હતા. જે અંગે આજે જાહેરાત કરાતા ગૌશાળા સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે જેની ઉજવણી કરવામાં આવી અને વિરોધાત્મક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા બાહેધરી અપાઈ
બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળને સહાયની રકમ ચૂકવોની માંગ સાથે ગૌશાળાના સંચાલકો છ મહિનાથી આંદોલન અને વારંવાર રજૂઆત કરી રહ્યા હતા. વધુમાં અગાઉ બનાસકાંઠા જિલ્લાના ગૌભક્તોએ આવેદનપત્ર આપી 48 કલાકમાં ગૌ પોષણ યોજનાનો લાભ નહીં મળે તો ગૌ શાળાઓની તમામ ગાયો તાલુકા મથકની કચેરીઓમાં છીડી દેવાની ચીમકી આપી હતી. અલ્ટિમેટમ પુર્ણ થવા છતાં પણ સરકારે કૉઈ જાહેરાત ન કરતાં બનાસકાંઠામાં ગૌ શાળા સંચાલકોએ ગાયો છોડી મૂકવાનો સિલસિલો ચાલુ કર્યો હતો.ત્યારબાદ આજે પોલીસ વિભાગ એડિશનલ ડીજીઆરબી બ્રહ્મભટ્ટની મધ્યસ્થમાં સરકાર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે સરકાર દ્વારા સહાયની જાહેર કરવામાં આવી તે સહાય આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે.  ત્યારબાદ ટૂંક જ સમયમાં આ સહાય પૂરી પાડવામાં આવશે. 

આંદોલન સમેટવાની ગૌ સંચાલકોએ જાહેરાત કરી 
ત્યારબાદ કેન્દ્રમાંથી આજે ગૌ સંચાલકોને સરકાર દ્વારા જાહેર કરેલી સાહયની બાહેધરી મળતા તેઓના આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. આવતીકાલે પીએમ દ્વારા જાહેરાત બાદ અભ્યાસ કર્યા પછી આ આંદોલન સમેટવાની ગૌ સંચાલકોએ જાહેરાત કરી છે.  બીજી તરફ સરકારે ટૂંક સમયમાં સહાય આપવાની ખાતરી આપતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. જે સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ