બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / panic in bengaluru after 543 children found infected with covid

આફત / દેશમાં 2 જગ્યાએ કોરોનાથી બની એવી ઘટના કે ફરી ચિંતામાં વધારો, ત્રીજી લહેરના ભણકારા

Kavan

Last Updated: 10:16 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બાળકોમાં ફેલાઈ રહેલા કોરોનાને લઈને ચિંતા વધી છે.

  • ત્રીજી લહેરના ભણકારા?
  • બેંગલુરુમાં બાળકોમાં કોરોનાના કેસ વધ્યા 
  • આ તરફ કેરળમાં નોંધાયા સૌથી વધુ કેસ 

ગત 1 થી 11 ઓગસ્ટ દરમિયાન 0-18 ઉંમર ધરાવતા 543 બાળકો કોરોના સંક્રમણનો શિકાર થયાં, આટલી મોટી સંખ્યામાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો હતો. જો કે, આ ઘટનાથી ત્રીજી લહેર બાળકોને શિકાર બનાવશે તે વાત સ્પષ્ટ થઈ છે. 

covid 19-clusters emerge in tamilnadu focus on temples hospitals

બેંગાલુરૂ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે, 1 થી 11 ઓગસ્ટ દરમિયાન 0-9 ઉંમરના 88 બાળકો, 10-19 ઉંમરના 305 બાળકો કોરોનાનો શિકાર થયાં હતા. આ વચ્ચે કર્ણાટક સરકાર પણ જાહેરાત કરી ચૂકી હતી કે, 9 થી 12 ક્લાસ વચ્ચે સ્કૂલ ફરી ખોલવામાં આવી શકે છે. શાળાઓ આ મહિનાના અંત સુધીમાં ખોલવામાં આવી શકે છે. 

શું કહ્યું આરોગ્ય વિભાગના અધિકારીએ ?

આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાળકોમાં કોરોનાના કેસ કેટલાક દિવસથી 3 ગણા વધી શકે છે અને તે ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે ઉમેર્યું કે, અમે માત્ર એટલું જ કરી શકીએ છીએ કે, આ વાયરસથી પોતાના બાળકોને સુરક્ષિત રાખવા માટે તેમને ઘરની અંદર રાખવામાં આવે, મોટાની તુલનામાં બાળકોની રોગ પ્રતિકારક શક્તિ એટલી વધુ હોતી નથી. માટે જરૂરી છે કે, પોતાના બાળકોને ઘરની અંદર રાખવામાં આવે. 

america corona will become a disease of children in a few years immune system is getting stronger due to vaccination

રાજ્યમાં કડક બન્યા કોવિડ નિયમો 

કર્ણાટક સરકારે પહેલા જ આદેશ આપ્યા છએ કે, રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ કર્ફ્યૂની વ્યવસ્થા યથાવત રહેશે. આ સિવાય કેરળ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી સીમાઓ બંધ રહેશે. માત્ર તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેમનો  RTPCR રિપોર્ટ 72 કલાક પહેલા નેગેટિવ આવ્યો હોય. 

કેરળમાં ફરી સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા 

ઉલ્લેખનીય છે કે, કેરળમાં 114 લોકોના મોત થયાં. જેથી રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 18,394  પર પહોંચી છે. તો ગત 24 કલાક દરમિયાન કોરોનાના 20,452 નવા કેસ નોંધાયા છે.આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 36,52,090 નવા કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીના જ્યોર્જે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 1,42,501 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોઝિટિવીટી રેટ 14.35 જોવા મળ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ