બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Pakistanis lined free rations 12 people died in a stampede and chaos

ભૂખમરો / રમઝાન મહિનામાં ભૂખના માર્યા તૌબા તૌબા પોકારી ઉઠયા પાકિસ્તાની, ફ્રી રાશન લેવા મચેલી ભાગદોડમાં 12ના મોત

Kishor

Last Updated: 11:40 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરાંચીના નૌરસ સ્ક્વેર ખાતે મફતમાં રાશન મેળવવા માટે પાકિસ્તાનીઓએ દોટ લગાવવી હતી જ્યાં પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાતા 12 લોકોના મોત થયા હતા.

  • કરાંચીના નૌરસ સ્ક્વેર ખાતે દુર્ઘટના
  • 8 મહિલા સહિત 12 લોકોના મોત
  • મફતમાં રાશન મેળવવા માટે પાકિસ્તાનીઓએ દોટ લગાવતા અફરાતફરી

મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભૂખમરાને લઈને પાકિસ્તાનવાસીઓની હાલત ગંભીર બની છે. આવી સ્થિતિ વચ્ચે મફતમાં રાશન મેળવવા માટે પાકિસ્તાનીઓએ દોટ લગાવવી હતી જ્યાં પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાતા 12 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ દુર્ઘટના કરાંચીના નૌરસ સ્ક્વેર ખાતે થઇ હતી. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ભૂખમરાગ્રસ્ત પાકિસ્તાનમાં આવા સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે.

મોતને શરણ થયેલ વ્યક્તિઓમાં આઠ મહિલા અને ત્રણ થી ચાર બાળકો

કરાંચીના નૌરસ સ્ક્વેર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રમજાન માસ નિમિત્તે ફ્રીમાં રાશન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ રાશન વિતરણ કરાઈ રહ્યું હતું. જેમાં લોકો મફત રાસનની દોડ લગાવતા અવ્યવસ્થા ઊભી થઈ હતી. મોતને શરણ થયેલ વ્યક્તિઓમાં આઠ મહિલા અને ત્રણ થી ચાર બાળકોનો સમાવેશ થાય છે. આ મામલે તાત્કાલિક દોડી જઈ સેવાભાવીઓએ ઈજાગ્રસ્તોને બચાવવા અને હોસ્પિટલ દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.

અગાઉ વાયરલ થયેલ વિડીયો


ફુગાવાનો દર 47% એ પહોંચી ગયો
ઉલ્લેખનીય છે કે આર્થિક સંકટ વચ્ચે ઘેરાયેલા પાકિસ્તાનમાં ફેક્ટરીઓને અલીગઢથી તાળા લાગી ગયા છે. પરિણામે અનેક મજૂરો ઘર ભેગા થઈ ગયા છે જેમની રોજગારીનો કોઈ અવકાશ નથી. તો ભૂખ મરાથી લોકો પીડાઈ રહ્યા છે અને તાજેતરમાં જ બહાર પડેલા ફુગાવાનો દર 47% એ પહોંચી ગયો છે અને મોંઘવારીએ પણ આસમાન આંબી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ