બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan wins match but loses in semifinals, no unbeaten team wins T20 World Cup

ક્રિકેટ / પાકિસ્તાન ધડાધડ મેચ જીત્યું પણ સેમીફાઇનલમાં હાર્યું, અપરાજિત રહેલ કોઈ ટીમ T20 વર્લ્ડ કપ જીતી નથી શકી

ParthB

Last Updated: 07:11 PM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી-20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. બીજી સેમિફાઇનલમાં કાંગારુ ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધી.

ટી-20 વર્લ્ડકપમાં કોઈ પણ ટીમ અપરાજિત રહીને ખિતાબ જીતી શકી નથી

2007માં પાકિસ્તાની ટીમને હરાવીને ટી-20 વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી

2014માં શ્રીલંકાએ ફાઇનલમાં ભારતને હરાવીને ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો

 


ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈ પણ ટીમ અપરાજિત રહીને ખિતાબ જીતી શકી નથી

ટી-૨૦ વર્લ્ડકપના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો કોઈ પણ ટીમ અપરાજિત રહીને ખિતાબ જીતી શકી નથી. આ સિલસિલો ૨૦૨૧માં પણ જારી જ રહ્યો છે. આ વર્ષે ફાઇનલમાં પહોંચનારી ટીમ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પોતાની ગ્રૂપ મેચમાં ક્રમશઃ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન પાસે આ વખતે અજેય રહીને ટ્રોફી જીતવાની સોનેરી તક હતી, પરંતુ પાક. ટીમ ફાઇનલમાં પહોંચી શકી નહીં.

2014માં શ્રીલંકાએ ફાઇનલમાં ભારતને હરાવીને ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો

2014ના ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકાએ ફાઇનલમાં ભારતને છ વિકેટે હરાવીને પહેલી વાર ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. એ ખિતાબી સફરમાં શ્રીલંકાની ટીમનો એકમાત્ર પરાજય ઈંગ્લેન્ડ સામે થયો હતો.2016માં રમાયેલા છેલ્લા ટી-20 વિશ્વકપમાં વિન્ડીઝે રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડને ચાર વિકેટે માત આપીને ખિતાબ જીત્યો હતો. ચોંકાવનારી વાત એ હતી કે ચેમ્પિયન વિન્ડીઝને સુપર-10ની મેચમાં અફઘાનિસ્તાન સામે છ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

2007માં પાકિસ્તાની ટીમને હરાવીને ટી-20 વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી

2007માં ધોનીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હરાવીને ટી-20 વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી, પરંતુ એ દરમિયાન ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ સામે ગ્રૂપ મેચમાં 10 રને પરાજય થયો હતો. પછી 2009ના ટી-20 વિશ્વકપમાં પાકિસ્તાનની ટીમ શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બની હતી, પરંતુ એ ખિતાબી સફર દરમિયાન પાક. ટીમનો શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સામે ગ્રૂપ મેચમાં પરાજય થયો હતો.2010માં ઈંગ્લેન્ડે પહેલી વાર આઇસીસી ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. એ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઈંગ્લેન્ડે કાંગારું ટીમને સાત વિકેટે માત આપી હતી. ગ્રૂપ મેચમાં વિન્ડીઝ સામે ઈંગ્લેન્ડનો પરાજય થયો હતો, પછી 2012ના ટી-20 વર્લ્ડકપમાં વિન્ડીઝની ટીમે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને ટી-20 ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. એ વર્લ્ડકપમાં શ્રીલંકા સામે જ વિન્ડીઝનો ગ્રૂપ મુકાબલામાં પરાજય થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ