પાકિસ્તાની સેનાના પ્રવક્તા દ્વારા તાલિબાનને ચેતવણી આપવામાં આવી છે. જેમા તેમણે એવું કહ્યું કે અમારા શહિદોનું સરહદ પર કાંટાળા તાર લગાવતા લોહી વહ્યું છે જેથી અમે આ કામ રોકવાના નથી
પાકિસ્તાનની તાલિબાનને ખુલ્લી ચેતવણી
સરહદ પર કાંટાળા તાર લગાવાને લઈ આપી ચેતવણી
કહ્યુ અમારા સૈનિકોનું લોહી વહ્યું છે કામ નહી રોકાય
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા વિવાદ સમાપ્ત થવાને બદલે દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. તાલિબાન હાલમાં અફઘાનની સિમા પર પાકિસ્તાની સેનાના કાંટાળા તાર ઉખાડી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન સરહદ પર સતત તાર લગાવી રહ્યું છે. જેથી બંને વચ્ચે હવે વિવાદ વધતો જતો જોવા મળી રહ્યો છે.
પાક સેનાના પ્રવક્તાએ આપી ચેતવણી
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખાર દ્વારા કહેવામાં આવ્યું કે અફઘાનીસ્તાનની સીમા પર કાંટળા તાર લગાવાનું યથાવત રહેશે. સાથેજ તેમણે કહ્યું કે સરહદ પર કામ કરતી વખતે અમારા શહિદોનું લોહી વહ્યું છે જેથી આ કામ નહી રોકવામાં આવે.
લોકોની રક્ષા કરવાનો ઉદ્દેશ છે અમારો: મેજર જનરલ
વધુમાં તેમણે કહ્યું કે ડૂરંડ સરહદ પાસેથી લોકોની સુરક્ષા અને વેપારને નિયમિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર બાડ સુરક્ષા બોર્ડર ક્રોસિંગ અને વેપાર રેગુલેટ કરવા જરૂરી છે. જેનો ઉદ્દેશ લોકોને વહેચવાનો નથી પરંતુ તેમની રક્ષા કરવાનો છે.
થોડાક દિવસોમાં કામ પુરુ થઈ જશે
મેજર જનરલ ઈફ્તિખારના કહેવા પ્રમાણે પશ્ચિમ બોર્ડર પર પાકિસ્તાનની સુરક્ષાની સ્થિતી ચેતવણી સમાન છે. સીમા વિવાદને લઈને અફઘાનિસ્તાન ઘણા સ્તરો પર વાતચીત કરી રહ્યું છે. સાથેજ મેજર જનરલે એવું પણ કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર જે કાંટાળા તાર લગવાનું કામ પણ થોડાક દિવસોમાં પૂરુ કરી દેવામાં આવશે.
તાલિબાન સિમાને નથી માની રહ્યું
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે મેજર જનરલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે કાટાંળા તારને ઉભા કરવામાં અમારા શહિદોનું લોહી વહ્યું છે. જેથી તેને પુરુ કરવામાંતો આવશે સાથેજ તે આજ રીતે રહેશે. બીજી તરફ તાલિબાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ આ ગેરકાનૂની છે તેઓ આ સિમાને નથી માનતા