બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan team will not come to India to play ODI World Cup! PCB President Najam Sethi gave the final statement

ક્રિકેટ / પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં આવે! PCB પ્રમુખ નજમ સેઠીએ આપી દીધું ફાઇનલ નિવેદન

Megha

Last Updated: 11:19 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નજમ સેઠીએ આ વિશે વાતચિત કરતાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં અમે સ્પષ્ટ કર્યું છે કે ચાર મેચ પાકિસ્તાનમાં યોજવી જોઈએ અને બાકીની મેચો કોઈપણ તટસ્થ સ્થળે રમાઈ શકે છે.

  • નજમ સેઠીએ ODI વર્લ્ડ કપ 2023ને લઈને ફાઇનલ નિવેદન આપી દીધું
  • .. તો અમે એશિયા કપ નહીં રમીએ: નજમ સેઠી 
  • ACC માટે ભારત અને પાકિસ્તાન બંને મહત્વપૂર્ણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી એશિયા કપ 2023ને લઈને વિવાદ ચાલી રહ્યો છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. એવામાં હવે આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ નજમ સેઠીએ પણ ODI વર્લ્ડ કપ 2023ને લઈને તેનું ફાઉનલ નિવેદન આપી દીધું છે. જણાવી દઈએ કે  નજમ સેઠીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાની ટીમ ત્યારે જ ODI વર્લ્ડ કપ રમવા ભારત જશે જ્યારે ભારતીય ટીમ આગામી એશિયા કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તેમના દેશમાં જશે. આ સાથે જ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. તેનું કારણ બંને દેશોની સરકાર વચ્ચે ચાલી રહેલા રાજકીય મતભેદ છે. 

.. તો અમે એશિયા કપ નહીં રમીએ: નજમ સેઠી 
નજમ સેઠીએ આ વિશે વાતચિત કરતાં જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં અમે સ્પષ્ટ કર્યું છે કે ચાર મેચ પાકિસ્તાનમાં યોજવી જોઈએ અને બાકીની મેચો કોઈપણ તટસ્થ સ્થળે રમાઈ શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ બે નિર્ણય લઈ શકે છે. કાં તો તે અમારા આ નિર્ણય સાથે સંમત થાય અને મારા પ્રસ્તાવ મુજબ શેડ્યુલ બનાવે અથવા તો કહી દે કે દરેક મેચો માત્ર તટસ્થ સ્થળો પર જ રમાશે. જો પહેલો વિકલ્પ અપનાવવામાં આવશે તો તો બધું ઉકેલાઈ જશે પણ જો અમે બીજો વિકલ્પ પસંદ કરવામાં આવશે તો અમે એશિયા કપ નહીં રમીએ. અમે જય શાહ અને અન્યના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.' 

ACC માટે ભારત અને પાકિસ્તાન બંને મહત્વપૂર્ણ
સેઠીને આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, જો પાકિસ્તાન એશિયા કપ નહીં રમે તો શું ACCમાં રહેવાનો કોઈ અર્થ છે? આના પર તેણે કહ્યું કે ACCએ તેના વિશે વિચારવું પડશે. ACCના આગામી પ્રમુખ PCBમાંથી હશે. હવેઅમે એસીસીમાં રહેવા માંગીએ છીએ અથવા તો એમ કહી શકીએ કે એસીસી પાકિસ્તાન વિના બની શકે નહીં. ACCને ભારત અને પાકિસ્તાનમાંથી જ મહત્તમ આવક મળે છે. જો પાકિસ્તાન એશિયા કપમાં નહીં રમે તો બ્રોડકાસ્ટર સ્ટાર નેટવર્કને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી એશિયા કપ અને ACC માટે ભારત અને પાકિસ્તાન બંને મહત્વપૂર્ણ છે. તેથી જ મેં હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો. અમે તો ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ જ થવા દો. જો આપણે ભારત રમવા નહીં જઈએ તો પણ સમસ્યા થશે અને જો ભારતીય ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા નહીં આવે તો પણ સમસ્યા થશે. 

શું ઈમરાન ખાનની ધરપકડથી પાકિસ્તાનમાં ક્રિકેટનો માહોલ બદલાશે?
આગળ નજમ સેઠીને પૂછવામાં આવ્યો કે, ભારતીય ટીમ રાજકીય તણાવને કારણે પાકિસ્તાન નથી જઈ રહી પરંતુ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ શું તમને લાગે છે કે વર્તમાન સુરક્ષાની સ્થિતિમાં અન્ય ટીમો ત્યાં આવશે. તેના પર પીસીબી ચીફે કહ્યું કે ઈમરાન ખાનનું પ્રદર્શન છ મહિનાથી ચાલી રહ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ રાવલપિંડી, લાહોર, કરાચીમાં રમી હતી જ્યાં ઈમરાન ખાનનું પ્રદર્શન ચાલી રહ્યા હતા. આ કોઈ મુદ્દો નથી. આ ટીમોને VVIP સુરક્ષા આપવામાં આવી હતી. ઈસ્લામાબાદમાં કોઈ સમસ્યા હોય તો પણ પિંડી, મુલતાન, લાહોર અને કરાચીમાં રમી શકાય છે. એશિયા કપ સપ્ટેમ્બરમાં થશે અને શું તમને લાગે છે કે તે સમયે પાકિસ્તાન સળગતું હશે અને અમે ક્રિકેટ રમી શકીશું નહીં. જો પરિસ્થિતિ આવી હોય તો હું પોતે કહીશ કે મેચો તટસ્થ સ્થળોએ યોજવી જોઈએ. અમે પણ નથી ઇચ્છતા કે અમારા મહેમાનો જ્યારે પાકિસ્તાન આવે ત્યારે તોફાનોનો સામનો કરવો પડે. અમે તેમની કાળજી રાખીએ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ