બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pakistan sialkot blast near army base at cannt

ધડાકા / પાકિસ્તાનના સિયાલકોટમાં સંખ્યાબંધ વિસ્ફોટ, આર્મી કેમ્પમાં લાગી આગ

Mayur

Last Updated: 12:18 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના સિયાલકોટમાં ઢગલાબંધ વિસ્ફોટો થયા છે. જેના કારણે આર્મી બેઝ પર આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે.

  • પાકિસ્તાનના સિયાલકોટમાં થયા વિસ્ફોટ 
  • કેંટ વિસ્તારમાં સંખ્યાબદ્ધ વિસ્ફોટ 
  • આર્મી બેઝને નિશાન બનાવવામાં આવ્યો હોવાની વકી 

પાકિસ્તાનના સિયાલકોટમાં ઢગલાબંધ વિસ્ફોટો થયા છે. જેના કારણે આર્મી બેઝ પર આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી જાણકારી અનુસાર પાકિસ્તાનમાં આર્મી બેઝને નિશાન બનાવવામાં આવ્યો હતો. જો કે આ ધડાકા કઈ રીતે થયા તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. 

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂગોળો એક અજાણ્યા પદાર્થ દ્વારા જ ફેંકવામાં આવ્યો હતો. જો કે આ ડેપો જમ્મુથી નજીક છે. આ વિસ્ફોટો પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. 

પાકિસ્તનમાં તખ્તા પલટની વચ્ચે સિયાલકોટમાં ધડાકા થયા છે. એવું દેખાય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ખુરશી હવે જવાની જ છે. એટલે એવું સ્પષ્ટ રીતે માનવામાં આવી રહ્યું છે કે આઅ ધડાકા ઈમરાન સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. 

ઈમરાન પર બહુમતી સાબિત કરવાનું દબાણ 

ઉલ્લેખનીય છે કે રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાન પર બહુમતી સાબિત કરવાનું દબાણ વિપક્ષ તરફથી બનાવવામાં આવી રહ્યું છે અને વિપક્ષે 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ રાખીને ઈમરાન સરકારને દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી વધારવા માટે જવાબદાર ગણાવ્યા હતા. આ તરફ ઈમરાન સરકારનાં 24 સાંસદ પક્ષમાંથી બળવો કરીને વિપક્ષમાં સામેલ થવાની શક્યતા છે. વિપક્ષ વારંવાર માંગણી કરી રહ્યો છે કે 21 માર્ચના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને સત્ર બોલાવવામાં આવે અને 28 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ