કહ્યું- અમદાવાદના મોદી સ્ટેડિયમમાં મેચ નહીં રમી શકીએ
પણ નોકઆઉટ કે ફાઈનલ રમવા તૈયાર
10 ઓક્ટોબર 2023થી ભારતમાં વનડે વર્લ્ડ કપ શરુ થવાનો છે. દર ચાર વર્ષે યોજનાર વર્લ્ડ કપની મેજબાની આ વર્ષે ભારતે લીધી છે તેમાં આઠ ટીમો ભાગ લેશે પરંતુ પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવાને લઈને વિરોધમાં છે. પરંતુ હવે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતમાં વર્લ્ડ કપ રમવાની તૈયારી તો દર્શાવી છે પરંતુ તેમાંય પાછી એક વિચિત્ર શરત મૂકી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા તૈયાર નથી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ નજમ સેઠીએ તેમને ત્યાં મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ચેરમેન ગ્રેગ બાર્કલેને કહ્યું છે કે પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે પરંતુ તેમની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા તૈયાર નથી, તેને ઠેકાણે કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરૂમાં મેચ ગોઠવાતી હોય તો રમવા તૈયાર છે. પાકિસ્તાની ટીમને અમદાવાદમાં તેમના ખેલાડીઓની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે.
પાકિસ્તાન અમદાવાદમાં નોટઆઉટ કે ફાઈનલમાં રમવા તૈયાર
જોકે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, "નજમ સેઠીએ બાર્કલે અને એલાર્ડિસને જાણ કરી છે કે પાકિસ્તાની ટીમ નોટઆઉટ કે ફાઈનલમાં પહોંચે તો જ તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા તૈયાર છે.
2005માં પાકિસ્તાની ટીમ અમદાવાદમાં મેચ રમી હતી
ઈન્ઝમામ ઉલ હકની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમે 2005માં મોટેરામાં મેચ રમી હતી. પરંતુ હવે પાકિસ્તાનને અમદાવાદમાં રમવાનો વાંધો છે પરંતુ નોકઆઉટ કે ફાઈનલ રમવામાં વાંધો નથી.