બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / વિશ્વ / pakistan parliament approves chemical castration

નિર્ણય / કમાલ કરી! પાકિસ્તાને બનાવ્યો એવો ગજબનો કાયદો કે દુનિયામાં થઈ ગઈ ચર્ચા

Kavan

Last Updated: 04:18 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની સંસદે નવા એક કાયદાને પાસ કર્યો છે, જેમાં એકથી વધુ દુષ્કર્મના મામલામાં દોષિતનું ખસીકરણ કરવાની સજા આપવામાં આવશે.

  • પાકિસ્તાની સંસદનો ગજબનો નિર્ણય
  • બળાત્કારીઓનું કરાશે રાસાયણિક કાસ્ટ્રેશન
  • દુનિયામાં પાકિસ્તાનના કાયદાની થઈ ચર્ચા

દેશમાં મહિલાઓ અને બાળકીઓ વઘી રહેલા યૌન અપરાધો બાદ પાકિસ્તાનની પ્રજામાં આક્રોશ ફેલાયો હતો, ત્યારે સરકારે દબાણવશ થઈને આ બિલને મંજૂરી આપી છે. 

પાકિસ્તાની સંસદે લીધો નિર્ણય 

બુધવારે પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્ર દરમિયાન નવા બળાત્કાર વિરોધી કાયદાની સાથે 33 અન્ય બિલો પણ પસાર કરવામાં આવ્યા હતા. રાસાયણિક કાસ્ટ્રેશન(ખસીકરણ) એ વડા પ્રધાન દ્વારા બનાવેલ નિયમો દ્વારા યોગ્ય રીતે સૂચિત પ્રક્રિયા છે, જેમાં કોઈ માણસ તેના જીવનના કોઈપણ સમયગાળા માટે જાતીય સંભોગ કરવા માટે અસમર્થ બને છે.

જો કે પાકિસ્તાનના કેટલાક સાંસદો પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જમાત-એ-ઈસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદે આ બિલનો વિરોધ કર્યો અને તેને શરિયા વિરુદ્ધ બિન-ઈસ્લામિક ગણાવ્યું. તેમણે કહ્યું કે બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપી શકાય છે પરંતુ શરિયામાં ખસીકરણનો કોઈ ઉલ્લેખ નથી.

શું થાય છે આ ક્રિયા કરવાથી 

રાસાયણિક કાસ્ટ્રેશન હેઠળ, આવી દવાઓ આપવામાં આવે છે, જે જાતીય પ્રવૃત્તિ ઘટાડે છે. રાસાયણિક કાસ્ટ્રેશન દક્ષિણ કોરિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક અને કેટલાક યુએસ રાજ્યોમાં કાયદેસર છે. જો કે, ટીકાકારો એમ પણ કહે છે કે પાકિસ્તાનમાં જાતીય હુમલો અને બળાત્કારના માત્ર 4 ટકા કેસો દોષિત ઠેરવવામાં આવે છે.જો કે, પાકિસ્તાનના આ નવા કાયદાની દુનિયાભરમાં ચર્ચા થવા લાગી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ