pakistan not allowed kashmir srinagar to sharjah flight from flying over its territory
કિન્નાખોરી /
પાકિસ્તાનની અવળચંડાઇ, આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરીને ફ્લાઇટ સાથે કર્યું એવું કે ભારતને થયું મોટું નુકસાન
Team VTV02:35 PM, 03 Nov 21
| Updated: 02:37 PM, 03 Nov 21
પાડોશી દેશ પાકિસ્તાન તેની નાપાક હરકતોથી ઉચું નથી આવી રહ્યું .પાકિસ્તાને હવે કાશ્મીરથી શારજાહ જતી ફ્લાઈટને તેના એર સ્પેસમાંથી જતી અટકાવી દીધી છે,
શ્રીનગરથી શારજાહ જતી ફ્લાઈટ પર પાકિસ્તાને રોષ ઠાલવ્યો
તેની એરસ્પેસમાંથી ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો
પાકિસ્તાને દાવો કર્યો આ અંગેની પરવાનગી લીધી ન હતી
પાકિસ્તાનની નાપાક હરકતો ફરી સામે આવી
પાડોશી દેશ પાકિસ્તાનનો ગુસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. શ્રીનગરથી શારજાહ વચ્ચે શરૂ થયેલી ફ્લાઈટને લઈને પાકિસ્તાન ગુસ્સે છે. જે બાદ તેણે પોતાના એરસ્પેસમાંથી આ ફ્લાઈટના ઉડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાને મંગળવારે શ્રીનગરથી શારજાહ જતી ફ્લાઇટને તેના એરસ્પેસનો ઉપયોગ કરવાથી રોકી દીધી હતી, ત્યારબાદ ફ્લાઇટને ફેરવીને શારજાહ જવું પડ્યું હતું.એવું માનવામાં આવે છે કે કાશ્મીરથી ઉડતી ફ્લાઈટના કારણે પાકિસ્તાન ઉશ્કેરાયેલું છે. તેણે અગાઉ પણ કાશ્મીરથી ઉડતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને તેના એરસ્પેસનો ઉપયોગ કરવાથી રોકી દીધી હતી.
Very unfortunate. Pakistan did the same thing with the Air India Express flight from Srinagar to Dubai in 2009-2010. I had hoped that @GoFirstairways being permitted to overfly Pak airspace was indicative of a thaw in relations but alas that wasn’t to be. https://t.co/WhXzLbftxf
ઓમાર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાન દ્વારા એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, 'ખૂબ દુર્ભાગ્યપૂર્ણ. પાકિસ્તાને 2009-10માં શ્રીનગરથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે પણ આવું જ કર્યું હતું. મને અપેક્ષા હતી કે GoFirst Air એરક્રાફ્ટને એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી એ સંબંધોમાં સુધારો લાવવાની નિશાની છે, પરંતુ અફસોસ, એવું બન્યું નહીં.
ગો ફર્સ્ટે શ્રીનગરથી શારજાહ માટે ફ્લાઈટ શરૂ કરી છે
શ્રીનગર-શારજાહ ફ્લાઇટને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 23 ઓક્ટોબરે ફ્લેગ ઓફ કરી હતી. આ ફ્લાઈટ ગો ફર્સ્ટ એર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટ ગો ફર્સ્ટ એર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગોફર્સ્ટ શ્રીનગરથી શારજાહ સુધી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય કાર્ગો સંચાલન શરૂ કરનાર પ્રથમ એરલાઇન છે. GoFirst શ્રીનગર અને શારજાહ વચ્ચે અઠવાડિયામાં ચાર ફ્લાઇટ્સનું સંચાલન કરશે.એરલાઈને એક નિવેદનમાં કહ્યું હતું કે શારજાહ માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરવાથી શ્રીનગર અને યુએઈ વચ્ચે વેપાર અને પર્યટનને પણ વેગ મળશે.
પાકિસ્તાને દાવો કર્યો આ અંગેની પરવાનગી લીધી ન હતી
પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની એર સ્પેસમાં પ્રવેશવા માટે ભારત તરફથી પરવાનગી પણ લેવામાં આવી નથી. પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે આ મામલે ઈમરાન સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, ગો એરલાઈને પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. અમે ભારતીય એરલાઈન્સને શા માટે પરવાનગી આપીએ કે તેઓ શ્રીનગર અને શારજાહ વચ્ચે ઓપરેટ કરે છે. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી શ્રીનગર અથવા જમ્મુ અને કાશ્મીરથી કોઈ ફ્લાઈટ્સ ઓપરેટ થતી નથી, જો કે, હજ પ્રસંગે શ્રીનગરથી વિશેષ ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે કારણ કે કાશ્મીરના લોકો આપણા ભાઈ-બહેન છે, તેથી પાકિસ્તાન સરકાર આ પ્રસંગે આ ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. હજની પરવાનગી આપે છે.