બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan also entered the semi-finals, this team will face India - see the schedule of all four teams

BIG BREAKING / પાકિસ્તાનની પણ સેમીફાઇનલમાં એન્ટ્રી, ભારત સામે આ ટીમની થશે ટક્કર-જુઓ ચારેય ટીમનું શેડ્યૂલ

Megha

Last Updated: 01:28 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને બાંગ્લાદેશ સામે પાંચ વિકેટે જીત નોંધાવી એ સાથે જ તે ગ્રુપ-2ની ટોપર બની ગઈ છે. હવે ભારત અને પાકિસ્તાન ગ્રુપ-2માંથી ક્વોલિફાય થયા છે.

  • વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી
  • પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી

T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી કરવામાં આવી છે. આજે એટલે કે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આજની મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે પાંચ વિકેટે જીત નોંધાવી હતી અને એ સાથે જ તે ગ્રુપ-2ની ટોપર બની ગઈ હતી. હવે ભારત અને પાકિસ્તાન ગ્રુપ-2માંથી ક્વોલિફાય થયા છે, જ્યારે ગ્રુપ-1માંથી ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

હવે T20 વર્લ્ડ કપ 2022ની પ્લેઓફ મેચો માટે ચાર ટીમ સામે આવી ગઈ છે.  

ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં 
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો ઉલટફેર થયો છે. ગ્રુપ બીની મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા ગ્રુપ બીમાંથી સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે. 

નેધરલેન્ડ સેમીફાઈનલમાંથી બહાર
મહત્વનું છે કે, નેધરલેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી. પરંતુ આ હારને કારણે દક્ષિણ આફ્રિકા પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં જે પણ વિજેતા બનશે તે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.

સેમી ફાઇનલમાં પંહોચેલ ટીમ 
• ગ્રુપ-1: ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ
• ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન

ક્યારે અને કોની વચ્ચે રમાશે સેમી ફાઈનલ મેચ?

જો ભારત ઝિમ્બાબ્વેને હરાવશે તો.. 
• ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન - 9 નવેમ્બર, સિડની (1.30 pm)
• ભારત vs ઈંગ્લેન્ડ - 10 નવેમ્બર, એડિલેડ (1.30 pm) 

જો ઝિમ્બાબ્વે ભારતને હરાવે તો..
• ન્યુઝીલેન્ડ vs ભારત - 9 નવેમ્બર, સિડની (1.30 pm)
• પાકિસ્તાન vs ઈંગ્લેન્ડ - 10 નવેમ્બર, એડિલેડ (1.30 pm) 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ