વાયરલ /
VIDEO : પાકિસ્તાનનો વધુ એક ભયાનક વીડિયો વાયરલ, નરાધમ ચાલુ રિક્ષામાં યુવતીની છેડતી કરી ભાગી ગયો
Team VTV11:59 AM, 21 Aug 21
| Updated: 11:59 AM, 21 Aug 21
14 ઓગસ્ટે લાહોરમાં એક પાકિસ્તાની મહિલા ટીકટૉકર પર પુરુષોએ હુમલો કર્યો હતો અને તેનો ભયાનક વીડિયો સામે આવ્યો હતો. જે બાદ અન્ય એક ઉત્પીડનનો વીડિયો વાયરલ થયો છે.
પાકિસ્તાનમાં વધુ એક છેડતીની ઘટના
ચાલુ રિક્શાએ કરી મહિલાની છેડતી
કૂદીને રિક્શામાં ચડી ગયો યુવક અને પછી..
મહિલા સાથે મારપીટ
સોશ્યલ મિડીયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં 2 મહિલાઓ એક રિક્શામાં બેઠી છે અને એક પુરુષ તે રિક્શામાં કૂદીને ચડી જાય છે. બાદમાં મહિલાઓની છેડતી કરે છે. એક મહિલાને તે ચુંબન પણ કરી લે છે.
મહિલાઓએ કર્યો બચાવ
વીડિયોમાં મહિલાઓમાંથી એક મહિલાએ પોતાની ચપ્પલ ઉતારી અને બાઇકવાળા પુરુષને મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બાદ પણ મહિલાઓને પ્રતાડિત કરતો જ રહ્યો. કંટાળીને મહિલાએ રિક્શામાંથી ઉતરી જવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિએ તેને ઉતરતાં રોકી લીધી હતી.
ان كاجرم كيا تها ان كےسر پر تو حجاب بهى تها شرم كرو درندون كى وكالت كرنے والو pic.twitter.com/2OecvKxWrf
— TahirMahmoodAshrafi حافظ محمد طاهراشرفى (@TahirAshrafi) August 20, 2021
એક રિપોર્ટ અનુસાર આ ઘટના સ્વતંત્રતા દિવસના દિવસે જ ઘટી છે કારણકે વીડિયોમાં રાષ્ટ્ર ધ્વજ પણ દેખાઇ રહ્યાં છે. તેનાથી અંદાજો લગાવવામાં આવી શકે છે કે આ ઘટના 14 ઓગસ્ટના રોજ ઘટી છે.
સોશ્યલ મિડીયામાં વાયરલ વીડિયો
આ વીડિયો જોત જોતામાં આગની જેમ સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ ગયો હતો. લોકોમાં તે બાઇક સવાર પુરુષો માટે ગુસ્સો જોવ મળ્યો છે. સરકાર પાસે આ વ્યક્તિઓને શોધીને તેમને સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ટિકટૉકર મહિલા સાથે પણ દુર્વ્યવહાર
તાજેતરમાં પાકિસ્તાનના લાહોરનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ચાલી રહેલી ઉજવણીમાં એક ટિકટોકર છોકરી સાથે દુર્વ્યવહાર થતો જોવા મળી રહ્યો છે.
સેંકડો લોકો હતા હાજર
આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ મુજબ 400 થી વધારે લોકો મિનાર એ પાકિસ્તાન નજીક એક ટિકટોકર છોકરી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમણે છોકરીને જબરદસ્તી ઊંચકી લીધી હતી. આ લોકો પોતાની હેવાનિયત પર ઉતરી આવ્યા હતા અને તેમણે છોકરીના કપડાં પણ ફાડી નાખ્યા હોવાની વાત મળી હતી.