INX મીડિયા કેસ / ચિદમ્બરમ કેસમાં સુપ્રીમમાં વકીલોની તીખી ચર્ચા, સિબ્બલે કહ્યું 'ED એક જ પ્રશ્ન વારંવાર કેમ પૂછે છે'

P Chidambaram inx media case ed hearing in supreme court

પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસનાં મોટા નેતા પી. ચિદમ્બરમ પર  INX મીડિયા કેસમાં ડબલ શકંજો કસવામાં આવી રહ્યો છે. એક તરફ તેઓ 30 ઓગસ્ટ સુધી કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)ની ધરપકડમાં છે. તો બીજી બાજુ આ જ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) પણ તેમની પર શકંજો કસવાની તૈયારીમાં છે. સુપ્રીમ કોર્ટમાં આ જ મુદ્દા પર આજે ફરી સુનાવણી થઇ રહી છે. સોમવારનાં રોજ પી. ચિદમ્બરમનાં વકીલોએ દલીલો મૂકી હતી, હવે મંગળવારનાં રોજ ઇડીને પોતાનો જવાબ આપવાનો છે. હાલમાં કોર્ટમાં પણ ચિદમ્બરમનાં વકીલ ED દ્વારા લગાવવામાં આવેલ આરોપોને જવાબ આપી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ