Team VTV12:45 PM, 14 May 22
| Updated: 12:52 PM, 14 May 22
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે. તે દરમિયાન તેઓએ ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે
જ્ઞાનવાપી સર્વે મામલે ઓવૈસીએ આપ્યું નિવેદન
સર્વે કરવાનો નિર્ણય ગેરબંધારણીય-ઓવૈસી
ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવી ગેરકાનૂની નથી-ઓવૈસી
જ્ઞાનવાપી સર્વે મામલે ઓવૈસીએ આપ્યું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. એક બાદ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓની નજર ગુજરાત પર છે. આમ આદમી પાર્ટીના રોડ શો બાદ હવે AIMIM પણ મેદાને આવ્યુ છે. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ઓવૈસીએ ગુજરાત આવીને જ્ઞાનવાપી સર્વે મામલે નિવેદન આપ્યું છે.
ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવું ગેરકાનૂની નથી-ઓવૈસી
તેમણે કહ્યું કે, સર્વે કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. જૂનો કાયદો છે કે ધાર્મિક સંસ્થાનોના મૂળભૂત સ્ટ્રક્ચરમાં કોઈ બદલાવ કરાશે નહીં. સાથે જ ઔરંગઝેબની મજાર પર ચાદર ચઢાવવા મામલે પણ ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચાદર ચઢાવવું ગેરકાનૂની નથી. જો ગેરકાયદે હોય તો કાયદો બનાવો. સાથે જ મદ્રેસામાં રાષ્ટ્રીય ગાન ગાવાને ફરજીયાત કરવાના નિર્ણય ઉપર ઓવૈસીનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ગાન ગાવા ઉપર કોઈ ના પાડી શકે નહીં.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હાલ હું આગામી દિવસોમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અહીંયા આવ્યો છું. અને આગામી દિવસોમાં પણ ગુજરાતની મુલાકાત લેતો રહીશ. તેમ કઈ બેઠક ઉપર લડવું તેનો નિર્ણય હવે લઈશું.