બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / owaisi request to meet ateeq ahmed in ahmedabad sabarmati jail denied

મનાઈ / અમદાવાદની જેલમાં બંદ આ ડોનને કેમ મળવા માગે છે ઓવૈસી? જેલ તંત્રએ પાડી દીધી ચોખ્ખી ના

Mayur

Last Updated: 10:12 AM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશનાં માફિયા ડોન અતિક અહેમદને મળવા માગતા ઓવૈસીને જેલ તંત્રએ મનાઈ ફરમાવી દીધી હતી.

અમદાવાદની સાબરમતી જેલમાં  ઉત્તર પ્રદેશ  માફિયા સરગના અને ડોન કહેતા બાહુબલી એવો અતીક અહેમદ જેલમાં બંધ છે. આજે તેને મળવા સાબરમતી જેલ પર એક ખાસ રાજ્નીતિગ્ય આવી રહ્યા હતા. અને તે છે AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઔવેસી. 

જેલ તંત્રની ના 
અમદાવાદ સાબરમતી જેલ તંત્રએ AIMIM નાચીફ ઓવૈસીને અતિક અહેમદ સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. તંત્રએ કહ્યું હતું કે અહમદ માત્ર તેના પરિવાર કે વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. અને આ નિયમો અનુસાર અતિક સાથે ઓવૈસીની મુલાકાત સંભવ નથી. 

જરાતમાં છ મહિના પહેલા થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીએ પહેલીવાર ગુજરાતમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતાર્યા હતા. અને અમદાવાદ મહાનગરપાલિકામાં તેમની પાર્ટીના ચાર ઉમેદવારો જીત્યા હતા. ઔવેસી ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી માટે આવ્યા હતા.

બાહુબલી રાજનેતા અતીક અહેમદ

આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે ત્યારે, બાહુબલી રાજનેતા અતીક અહેમદને મળવા કોઈ ચોક્કસ ઉદેશથી ઔવેસી આવી રહ્યા હોવાનું અનુમાન હતું. અતિક પર લગભગ 102 જેટલા ક્રિમીનલ આરોપ છે.અને 3 જૂન 2019થી અતીક અહેમદને અમદાવાદની ઐતિહાસિક સાબરમતિ જેલમાં યૂપીથી ટ્રાન્સફર વોરન્ટથી લવાયો હતો. ઉત્તર પ્રદેશની દેવરિયા જેલમાં બેઠા બેઠા મોહિત જયસ્વાલ નામના વ્યાપારીનું અપહરણ કરાવી, જેલમાં માર મારી, લમણા પર રિવોલ્વર તાકીને અને તેની પાંચ કંપનીઓ બે સાગરીતોના નામે કરાવી દીધી હોવાનો પણ આરોપ છે.

યૂપીની દેવરિયા જેલમાંથી ટ્રાન્સફર

ઉત્તર પ્રદેશની એક પણ જેલ બાહુબલી અતીકને પોતાની જેલમાં જગ્યા આપતા ડરતી હતી. પરિણામે 2019માં ચુંટણી પંચના આદેશ બાદ યૂપીની દેવરિયા જેલમાંથી ટ્રાન્સફર આપી અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડાયો છે. હવે જયારે,યુપીના બાહુબલી મુખ્તાર અન્સારીને પંજાબની જેલમાંથી યૂપી પરત લાવવામાં આવ્યો છે ત્યારે, અતીકને પણ યૂપી પરત લઇ જવાશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. 

ઓવૈસીની આ મુલાકાત સૂચક 


ઉતર પ્રદેશમા વિધાનસભા ચૂંટણી છે. બાહુબલી અતીકને,અખિલેશ યાદવ પસંદ નથી કરતા.એવામાં AIMIMનાં સુપ્રીમો ઔવેસી,અતીકને જેલમાં બેઠા-બેઠા પોતાની પાર્ટી માટે ચૂંટણી લડી શકે તેવા મતલબની કોઈ વાત કરવા આવતા હોય તેવું શક્ય બને અથવા પોતાની પાર્ટી માટે અતીક મદદ કરે તેવી કોઈ વાત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ હવે જેલ તંત્રના નિર્ણયથી તેમની મુરાદ પર પાણી ફરી જાય તેવી સંભાવના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ