3 કેમેરા સાથે Oppo R17 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

By : krupamehta 10:55 AM, 05 December 2018 | Updated : 12:03 PM, 05 December 2018
ઓપ્પોનો નવો સ્માર્ટફોન Oppo R17 Pro ભારતમાં લોન્ચ થઇ ગયો છે. આ પહેલા ઓપ્પો આર17 પ્રો ને ઓગસ્ટમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઓપ્પો આર17 પ્રો ની ખાસિયતોની વાત કરીએ તો એમાં ઓપ્પોનો સુપર VOOC ફ્લેશ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળશે. ઓપ્પો આર 17 પ્રો ની બેટરીને લઇને દાવો કર્યો છે કે 10 મિનીટના ચાર્જિંગમાં 40 ટકા ચાર્જ થઇ જશે. 

ફોનમાં ડુઅલ સિમ સપોર્ટનુી સાથે એન્ડ્રોઇડ ઓરિયો 8.1 આધારિત કલર OS 5.2 છે. આ ઉપરાંત ફઓનમાં 6.4 ઇંચની ફુલ એચડી પ્લસ એમોલેડ વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે છે. ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 6 નું પ્રોટેક્શન છે. ઓપ્પો આર 17 પ્રો માં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 710 પ્રોસેસર, 8 જીબી પેમ અને 128 જીબીનું સ્ટોરેજ છે જેને 256 જીબી સુધી વધારી શકાય છે. 

ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા છે જેમાં એક કેમેરો 12 મેગાપિક્સલનો છે અને એનું અપર્ચર f/1.5 થી f/2.4 છે. જ્યારે બીજો કેમેરો 20 મેગાપિક્સલનો f/2.6 અપર્ચર વાળો છે. ત્રીજો કેમેરો TOF 3D સ્ટેરિયો છે. ફ્રંટ કેમેરો 25 મેગાપિક્સલનો છે જેનું અપર્ચર f/2.0 છે. ઓપ્પો R17 Pro માં 4g volte, વાઇફાઇ, બ્લૂટૂથ v5.0, જીપીએસ, યૂએસબી ટાઇપ સી ચાર્જિંગ અને 3700mah ની બેટરી છે. 

જે સુપર vooc ફ્લેશ ચાર્જિંગ મળશે. ફોનની સાથે 50 વોટનું ચાર્જર મળશે જે બેટરીને 10 મિનીટમાં 40 ટકા સુધી ચાર્જ કરશે. 

ભારતમાં Oppo R17 Pro ની 8 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 45990 રૂપિયા છે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story