બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / OPEC allies agree to increase oil production Know when petrol and diesel will be cheaper in India

Petrol Diesel / આ નિર્ણયથી ઘટી શકે છે કાચા તેલના ભાવ, જાણો ભારતમાં ક્યારે સસ્તુ થશે પેટ્રોલ- ડીઝલ

Bhushita

Last Updated: 07:48 AM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીમાં બધી ચીજો યોગ્ય થઈ રહી છે ત્યારે વિશ્વમાં કાચા તેલની માંગ વધી છે. બુધવારે સહયોગી દેશોએ ઉત્પાદન વધારવાને લઈને સહમતિ દેખાડી છે.

  • OPEC અને રશિયાની આગેવાનીમાં યોજાઈ બેઠક
  • વિશ્વમાં કાચા તેલની માંગ વધી 
  • સહયોગી દેશોએ ઉત્પાદન વધારવાને લઈને સહમતિ દેખાડી

 
એક ઓનલાઈન બેઠકમાં એક ઓક્ટોબરથી રોજના 4 લાખ બેરલ તેલ ઉત્પાદનને જોડવાની પહેલમાં સહમતિ દેખાડવામાં આવી છે. ઓપેક અને સહયોગી દેશોએ ગયા વર્ષે લોકડાઉન અને યાત્રા પાબંધીના કારણે ઈંઘણની માંગમાં ઘટાડો કર્યો હતો. ધીરે ધીરે આ ઉત્પાદનના ઘટાડાને ખતમ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 


 
કિંમતોમાં આવી શકે છે ઘટાડો
ઉત્પાદન વધશે તો ડિમાન્ડ પૂરી થશે અને સાથે તેની અસર કાચા તેલની કિંમતો પર પણ જોવા મળી શકે છે અને તેનાથી ભાવમાં ઘટાડો થઈ શકે છે. બેઠક પહેલા તેલની કિંમતોમાં ઘટાડો રહેશે. તેલની કિંમત ન્યૂયોર્ક મર્કેન્ટાઈલ એક્સચેન્જમાં 1.6 ટકા ઘટીને 67.40 ડોલર પ્રતિ બેરલ રહી છે. વૈશ્વિક માનક બ્રેન્ટ ક્રૂડ 1.4 ટકાથી ઘટીને 70.67 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. 
 
જુલાઈમાં ઉત્પાદનના ઘટાડા પર બની હતી સહમતિ
ઓપેક અને અન્ય સહયોગી દેશમાં જુલાઈમાં યોજના બની હતી ત્યારે ગયા વર્ષના ઉત્પાદનના ઘટાડાને પૂરો કરી શકાયો ન હતો. ત્યાં સુધી દર મહિને 4 લાખ બેરલ પ્રતિદિનના ઉત્પાદનને વધારાશે. સમૂહ દર મહિને બેઠક કરીને બજાર અને ઉત્પાદનના સ્તર પર નજર રાખી રહ્યું છે. દુનિયાના દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપ પર તેની નજર છે કે શું તે ફરીથી આર્થિક ગતિવિધિઓને નબળી કરશે.
 

લાસ્ટ બેઠકમાં લેવાયો હતો આ નિર્ણય
આ પહેલા જુલાઈમાં થયેલી બેઠકમાં ઓપેક દેશોએ કહ્યું હતું કે ઓગસ્ટથી તેના ઉત્પાદનમાં દર મહિને રોજ 4 લાખ બેરલનો વધારો કરાશે. આ રીતે આ સમય લાગૂ 58 લાખ બેરલ/ દિવસના ઘટાડાની સાથે ધીરે ધીરે 2022 સુધીમાં ખતમ થશે. ઓપેક અને રશિયા જેવા તેના સહયોગીએ 2020માં કાચા તેલના દૈનિક ઉત્પાદનમાં એક કરોડ બેરલનો ઘટાડો કર્યાની સહમતિ દેખાડી હતી જેથી ભાવ વધી શકે. આ પછી ધીરે ધીરે 42 લાખ બેરલ ઉત્પાદન વધારીને ભાવમાં ઘટાડો કરાયો છે. પમ 58 લાખ બેરલ/દિવસનો ઘટાડો હજુ પણ લાગૂ છે જેને ખતમ કરવા માટે ગઈકાલે સહમતિ જણાવવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crude oil Diesel OPEC Petrol Rate ઉત્પાદન કાચા તેલ ડીઝલ પેટ્રોલ ભાવ સહમતિ petrol diesel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ