નરગીસ ફખરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સાઈકલ ચલાવતી જોવા મળી રહી છે. 1 સેકેન્ડ માટે તેની નજર હટે છે અને તે ઉંધા માટે પડે છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ તેના પર ખૂબ ફની કમેન્ટ્સ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો
સાયકલ ચલાવતા ઉંધા માથે રસ્તા પર પડી નરગીસ
વીડિયો જોઈ ફેન્સ કરી રહ્યા ફની કમેન્ટ્સ
ફની વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. લોકો ફની વીડિયો જોવાનું ખૂબ જ પસંદ કરે છે હવે નરગીસ ફખરીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં નરગીસ ખૂબ જ ખુશી સાથે સાઈકલ ચલાવતી જોવા મળી રહી છે પરંતુ પછી તેની સાથે કંઈક એવું થાય છે કે વીડિયો જોતા લોકો એક સેકેન્ડ માટે હાર્ટ બીટ સ્કીપ કરી જાય છે.
ઉંધા માથે રસ્તા પર પડી નરગિસ
સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા નરગીસ ફખરીના લેટેસ્ટ વીડિયોમાં તે પહેલા તો આનંદથી સાઈકલ ચલાવતી જોવા મળે છે. પરંતુ પછી તે કેમેરા તરફ ફરીને જોવે છે અને ત્યારે જ તેની સાઈકલ રસ્તાને બદલે પાર્ક તરફ વળી જાય છે અને નરગીસ ઉંધા માથે પડે છે. જોકે આટલું ખરાબ રીતે પડ્યા બાદ પણ નરગીર ઠીક છે. પરંતુ આ વીડિયો સામે આવતા જ હવે યૂઝર્સ સોશિયલ મીડિયા પર ફની કમેન્ટ પણ કરી રહ્યા છે.
યુઝર્સ કરી રહ્યા છે ફની કમેન્ટ્સ
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું - 'નજર હટી દુર્ઘટના ઘટી', જ્યારે બીજા યુઝરે લખ્યું - 'હજુ બનાવો વીડિયો'. તે જ સમયે અન્ય એક યુઝરે કહ્યું- 'આ તો કુછ કુછ હોતા હૈ જેવો સીન થઈ ગયો'. જો કે નરગીસ ફખરીએ પોતે જ આ વિડિયો શેર કર્યો છે અને પડી ગયા બાદ તે ખુલીને હસતી પણ જોવા મળી રહી છે.
નરગીસ ફખરી હાલમાં ફિલ્મોથી દૂર છે
નરગીસ ફખરીએ રણબીર કપૂર સાથેની ફિલ્મ રોકસ્ટારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી ત્યારબાદ નરગીસ ઘણી ફિલ્મોમાં જોવા મળી. મૈં તેરા હીરો, હાઉસફુલ 3, અમાવસ અને મદ્રાસ કેફે જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી નરગીસ ફખરી હવે એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગઈ છે. તે છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી.