બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Only people who have received both doses of the vaccine participate in mass programs: the center

સલાહ / વેક્સિનના બંને ડોઝ લેનાર લોકો જ સામૂહિક કાર્યક્રમોમાં ભાગ લેઃ કેન્દ્ર

Premal

Last Updated: 06:37 PM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા ફરી એક વાર ત્રીજી લહેર તરફ ઈશારો કરવા લાગી છે અને કેટલાંક રાજ્યમાં સ્થિતિ અત્યંત ખતરનાક બની રહી છે.

  • કોરોનાની ત્રીજી લહેરના એંધાણ?
  • જાહેર સમારોહ અને મેળાવડામાં જવાનું ટાળો
  • ભારતમાં હજુ બીજી લહેર સમાપ્ત થઈ નથી

સરકારે જાહેર જનતાને આપી ચેતવણી

સરકારે ફરી એક વાર જાહેર જનતાને સલાહ આપતાં જણાવ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોએ સામૂહિક અને જાહેર સમારોહ અને મેળાવડામાં જવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ અને જો અત્યંત જરૂરી હોય તો આ પ્રકારના સામૂહિક સમારોહમાં એવા જ લોકોએ ભાગ લેવો જોઈએ કે જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય. સરકારે જણાવ્યું છે કે, તહેવારોને ધ્યાનમાં રાખતાં કોરોના ગાઈડલાઈનનું પાલન થવું અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. એક પત્રકાર પરિષદમાં સરકાર તરફથી એવી ચેતવણી આપવામાં આવી છે કે દેશમાં ભલે કોરોના સંક્રમણના કેસ થોડા ઓછા થતા દેખાઈ રહ્યાં હોય, પરંતુ ભારતમાં હજુ બીજી લહેર સમાપ્ત થઈ નથી.

વીકલી પોઝિટિવિટી રેટમાં એકંદરે ઘટાડો નોંધાયો

સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, વીકલી પોઝિટિવિટી રેટમાં એકંદરે ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ સ્થિતિ હજુ સંપૂર્ણપણે સારી હોવાની નજરે પડતી નથી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, દેશના 39 જિલ્લામાં 3 ઓગસ્ટે સમાપ્ત થયેલા સપ્તાહમાં કોરોનાનો વીકલી પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ રહ્યો છે, જ્યારે 38 જિલ્લામાં આ રેટ 5 થી 10 ટકા વચ્ચે જોવા મળ્યો છે. 

દેશમાં 16 ટકા પુખ્ત વસ્તીને વેક્સિનના બંને ડોઝ અપાયા

તેમણે જણાવ્યું કે, દેશમાં 16 ટકા પુખ્ત વસ્તીને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે, જ્યારે 54 ટકા લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું કે, સિક્કિમ, દાદરા અને નગરહવેલી તથા હિમાચલપ્રદેશમાં ૧૦૦ ટકા પુખ્ત વસ્તીને કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ