બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Only 86 samples of mango juice mango milk shake were taken in Ahmedabad in two and a half years

અમદાવાદ / વાહ રે AMC તમારી કામગીરી.! છેલ્લાં અઢી વર્ષમાં કેરીનો રસ- મેંગો મિલ્ક શેકના 86 નમૂના જ લેવાયા, ફૂડ વિભાગ શેની રાહે?

Kishor

Last Updated: 09:03 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કામગીરીના દાવા કરતા અમદાવાદમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં કેરીનો રસ, મેંગો મિલ્ક તથા શેક મળી કુલ 86 નમુના લેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  •  અઢી વર્ષમાં કેરીનો રસ- મેંગો મિલ્ક શેકના 86 નમૂના જ લેવાયા
  •  બે મેંગો મિલ્ક શેકના નમૂના અપ્રમાણિત જાહેર કરાયા

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાંથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિભિન્ન ખાદ્યપદાર્થના એકમો ખાતેથી ખાદ્યપદાર્થના નમૂના લેવાય છે. ત્યાર બાદ તેને ચકાસણી માટે નવરંગપુરા સ્થિત મ્યુનિ. લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. દરમિયાન, તંત્ર દ્વારા છેલ્લાં અઢી વર્ષમાં કેરીનો રસ અને મેંગો મિલ્ક શેકના 86 નમૂના લેવાયા હોવાની માહિતી જાણવા મળી છે.

કેરીનો રસ ફ્રીઝ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો | How to store mango ras  at home

મસાલા છાશને પણ તંત્ર દ્વારા મિસ બ્રાન્ડેડ જાહેર કરાઈ
ફૂડ વિભાગનાં સૂત્રો કહે છે, ચાલુ મે મહિનાની તા. 6થી 12ના સમયગાળા દરમિયાન મેંગો મિલ્ક શેક અને કેરીના રસના કુલ 14 નમૂના લેવાયા હતા. આઇસ્ક્રીમ, ઘી, દહીં જેવા ડેરી પ્રોડક્ટ્સના 10, મીઠાઈના છ, નમકીનના ત્રણ, ખાદ્યતેલના પાંચ, બેસનના ત્રણ, મસાલાના 28 અને અન્ય 44 મળીને કુલ 113 નમૂના લીધા હતા. ઉપરાંત બહેરામપુરાના ગુલીવાલા કંપાઉન્ડમાં આવેલી સાગર ફરસાણ એન્ડ નમકીનની ફરસી પૂરી, બાપુનગરની હરદાસનગર શાકમાર્કેટના રવીન્દ્ર સ્ટોર્સની કોકોનટ કોફી, સરસપુરના સત્યમ્ એપાર્ટમેન્ટમાં આવેલા મનીષ સ્ટોર્સની કચ્ચા આમને તંત્રે મ્યુનિ. લેબની ચકાસણી બાદ મિસ બ્રાન્ડેડ જાહેર  કરી હતી. નારણપુરાના શિવાલિક યશ ખાતે આવેલી સોલાહ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.ની 200 મિલી પેક ધરાવતી પ્લાસ્ટિક બોટલની મસાલા છાશને પણ તંત્ર દ્વારા મિસ બ્રાન્ડેડ જાહેર કરાઈ હતી.

પ્રોપર્ટી ટેકસ બાકી હોય તો ભરી દેજો, AMC એક્શનમાં આવતા એક જ દી'માં 290  મિલકતોને લાગ્યા સીલ, જુઓ કઈ કઈ | If the property tax is due pay it 2 in a

વર્ષ 2022  મેંગો મિલ્ક શેકના 34 નમૂના લેવાયા 
હવે છેલ્લાં અઢી વર્ષમાં એટલે કે વર્ષ 2021, 2022 અને ચાલુ વર્ષ 2023 માં તા. 15 મે સુધીની ફૂડ વિભાગની કેરીનો રસ અને મેંગો મિલ્ક શેકના નમૂના લેવાની કામગીરીની વિગત તપાસતાં વર્ષ 2021  માં કેરીના રસનો એક અને મેંગો મિલ્ક શેકના 21  નમૂના મળીને કુલ 22 નમૂના લેવાયા હતા. આ તમામ નમૂનાને ફૂડ વિભાગ દ્વારા પ્રમાણિત જાહેર કરાયા હતા, જ્યારે વર્ષ 2022  મેંગો મિલ્ક શેકના 34 નમૂના લેવાયા હતા  અને આ તમામ નમૂનાને તંત્રએ પ્રમાણિત જાહેર કર્યા હતા.જ્યારે ચાલુ વર્ષ 2023ની તા. 15 મે સુધી ફૂડ વિભાગે કેરીના રસના પાંચ, મેંગો મિલ્ક શેકના 25 મળીને કુલ 30 નમૂના લેતાં તેમાંથી કેરીના રસના ચાર અને મેંગો  શેકના 18 નમૂના પ્રમાણિત, મેંગો મિલ્ક શેકના બે નમૂના અપ્રમાણિત અને કેરીના રસનો એક અને મેંગો મિલ્ક 
શેકના પાંચ મળી કુલ છ નમૂનાનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

 567 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ
મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા અપાયેલી સત્તાવાર માહિતીના આંકડા દર્શાવે છે કે છેલ્લાં અઢી વર્ષમાં કેરીના રસના અને મેંગો મિલ્ક શેકના લેવાયેલા 86 નમૂના પૈકી 78 પ્રમાણિત જાહેર કરાયા છે, જ્યારે બે નમૂના અપ્રમાણિત ઠર્યા છે. તંત્ર દ્વારા સરદારનગરના જૂના ઓક્ટ્રોય નાકા પાસેના સંકલ્પ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના પ્લોટ નં. 110ના જૈન ફૂડ્સમાંથી ગત તા. 17 એપ્રિલ, 2023એ મેંગો મિલ્ક શેકનો નમૂનો લેવાયો હતો, જે મ્યુનિ. લેબમાં ચકાસણી બાદ સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે. તા. 6 થી 12 મે સુધી શહેરમાંથી તંત્રે કુલ 567 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કર્યો હતો. ઉપરાંત 745 લિટર એક નજરમાં હાનિકારક લાગતું પાણીપૂરીનું પાણી વગેરેનો પણ નાશ કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ