બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / one psi 3 police constable caught in liquor party by valsad police raid

દરોડા / ગુજરાત પોલીસની વર્દી પર લાગ્યો વધુ એક ડાઘ, વલસાડમાં દારૂની મહેફિલમાં PSI-3 પોલીસકર્મીઓ સહિત કુલ 20 ઝડપાયા

Dhruv

Last Updated: 10:14 AM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એકતરફ બોટાદના લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે એવામાં રાજ્યમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

  • રાજ્યમાં લઠ્ઠાકાંડ વચ્ચે વધુ એક ચકચારી ઘટના સામે આવી
  • ગુજરાત પોલીસની વરદી પર વધુ એક ડાઘ લાગ્યો
  • વલસાડમાં દરોડા દરમ્યાન એક PSI સહિત 3 પોલીસકર્મીઓ ઝડપાયા

રાજ્યમાં બોટાદ લઠ્ઠાકાંડની ઘટના વચ્ચે ગુજરાત પોલીસની વરદી પર ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે, બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઇ છે.

આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી

હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે વલસાડના અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આ મહેફિલને લઇને પોલીસને અગાઉથી જ બાતમી મળી ગઇ હતી. જેના લીધે પોલીસે દરોડા પાડ્યા હતા.

રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે

નોંધનીય છે કે, એકતરફ લઠ્ઠાકાંડને લઇને સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. ગુજરાતમાં બરવાળા લઠ્ઠાકાંડમાં સતત મોતના આંકડા પણ વધી રહ્યાં છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર તરફથી એક્શન લેવાના આદેશ અપાયા છે. જેના લીધે ગુજરાત પોલીસ હરકતમાં આવી જતા સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ રેડ પાડી રહી છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસને દરોડા પાડતી વેળાએ ક્યાંક-ક્યાંક દારૂનો જથ્થો મળી આવ્યો છે. સાથે પોલીસ આરોપીઓની પણ ધરપકડ કરી રહી છે તેમજ ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ જપ્ત કરી રહી છે.

ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી

આવી સ્થિતિ વચ્ચે રાજ્યના વલસાડના અતુલમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા જેના લીધે ખુદ SP પણ ચોંકી ઉઠ્યા. આથી SPએ તુરંત ઘટનાસ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી દીધા હતા. બાદમાં જે કાયદેસરની કાર્યવાહી હોય તે શરૂ કરી દેવાઇ.

સમગ્ર ઘટનામાં કુલ 12 વાહનો પણ કબજે કરાયા

આ મામલે વધુમાં જણાવીએ તો મળતી પ્રાથમિક માહિતી મુજબ રેડ દરમ્યાન જે દારૂનો જથ્થો મળી આવ્યો તે ક્વોલિટી કેસ તરીકે ગણાય એટલો જથ્થો હતો. ત્યારે લગભગ 2 કાર સહિત મોટરસાઇકલ મળીને કુલ 12 વાહનો કબજે કરાયા છે. કુલ 19થી 20 જેટલાં લોકો આ પાર્ટીમાં દારૂની મજા માણી રહ્યાં હતા. ઘટનામાં એવું કહેવાય છે કે આ જે પાર્ટી હતી તે કોઇ એક વ્યક્તિના બર્થ-ડેના સેલિબ્રેશનને લગતી પાર્ટી હતી. હાલમાં આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ