બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / One person died after drowning in Venu river at Kharachiya village of Upleta

પરિવારમાં આક્રંદ / ઉપલેટાના ખારચીયા ગામે વેણુ નદીમાં ડૂબી જવાથી પ્રૌઢનું મોત, હાથ ધરાઈ મૃતદેહની શોધખોળ

Malay

Last Updated: 12:53 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટાના ખારચીયા ગામ પાસેથી પસાર થતી વેણુ નદીમાં પ્રૌઢનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પ્રૌઢના મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ છે.

 

  • વેણુ નદીમાં પ્રૌઢનું ડૂબી જવાથી મોત
  • સરપંચ, મામલતદાર પહોંચ્યા ઘટનાસ્થળે
  • સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહની શોધખોળ હાથ ધરાઈ


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ પાસે આવેલો વેણું-2 ડેમ ભારે વરસાદના કારણે ફૂલ ભરાઈ ગયો હતો. ડેમમાં પાણીનું સ્તર વધતા ફ્લેડ કંટ્રોલ રૂમ દ્વારા હેઠળવાસમાં આવેલા ગામના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવનર ન કરવાની તથા સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી હતી. આ વચ્ચે ઉપલેટાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સરપંચ, મામલતદાર, ટીડીઓ પહોંચ્યા 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચીયા ગામ પાસેથી પસાર થતી વેણુ નદીમાં પ્રૌઢનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ખારચીયા ગામ પાસે વેણુ નદીના વહેણમાં પ્રૌઢ ડૂબી ગયા હોવાનું જાણવા મળતા સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી બનાવ સ્થળે દોડી આવ્યા છે. હાલ સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મિત્રો સાથે ન્હાવા પડેલા યુવકનું મૃત્યુ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ રાજકોટ જિલ્લાના જસદણમાં ભાદર નદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ફાયર વિભાગની ટીમે યશ શેખલીયા નામના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ