બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / One Bollywood star after another is arriving at Shah Rukh's house

સાંત્વના / શાહરૂખના ઘરે પહોંચી રહ્યાં છે એક પછી એક બોલીવુડ સ્ટાર, જુઓ હવે કોણ પહોંચ્યું

Kinjari

Last Updated: 12:59 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનના પુત્રની ધરપકડ બાદ એક પછી એક સ્ટાર્સ મન્નત પહોંચી રહ્યાં છે.

  • આર્યન ખાનની ધરપકડ બાદ સ્ટાર્સ પહોંચ્યા મન્નત
  • સૌથી પહેલા પહોંચી ગયો હતો સલમાન ખાન
  • બોલીવૂડ સેલેબ્સ સાંત્વના આપવા પહોંચ્યા મન્નત

આર્યન હાલ કસ્ટડીમાં
આર્યન ખાનની જામિનની અરજી નામંજૂર થઇ હતી માટે તે હાલમાં NCBની કસ્ટડીમાં છે. ત્યારે સૌથી પહેલા સલમાન ખાન મન્નત શાહરૂખ ખાનને મળવા પહોંચી ગયો હતો. જે બાદ સ્ટાર્સ શાહરુખને સાંત્વના આપવા માટે મન્નત પહોંચી રહ્યાં છે. 

કોણ પહોંચ્યું મન્નત?
ભાઇજાન બાદ તેની ભાભી સીમા ખાન અને બહેન અલવિરા ખાન શાહરુખ તેમજ ગૌરીને મળવા પહોંચી ગયા હતા. સાથે સંજય કપુર અને પત્ની મહિપ કપુર પણ હાજર હતી. સોશ્યલ મીડિયામાં કેટલીક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં અલગ અલગ કારમાં લોકો મન્નતમાં જતા જોવા મળી રહ્યાં છે. 

 

 

આર્યન ખાને કર્યા ખુલાસા
આર્યનની પૂછપરછ દરમિયાન તેણે શાહરુખના બિઝી શેડ્યુલ વિશે જાણકારી આપી છે. તેણે કહ્યું કે પપ્પા હમણા 3 ફિલ્મોની શૂટિંગ કરી રહ્યાં છે અને અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને ખુબ મહેનત કરી રહ્યાં છે. આર્યને કહ્યું મારા પપ્પા એટલા બિઝી રહે છે કે ઘણીવાર મારે તેમને મળવા માટે તેમની મેનેજર પૂજા પાસે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે ત્યારે જઇને હું શાહરુખને મળી શકું છું.

 

 

આર્યનની ધરપકડ
મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનથી ડ્રગ્સ મામલે સતત પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તમામ આરોપીઓને કિલા કોર્ટમાં રજૂ કરાયા હતા. ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને સોમવારે રાહત નથી મળી.  સુનાવણી દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચાને કોર્ટે 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેવાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે, NCBએ ત્રણેય આરોપીઓની 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ માંગી હતી.

 

 

વોટ્સએપ ચેટથી થયો ખુલાસો

કોર્ટમાં સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ખબર પડી છે કે તેણે દવાઓ માટે રોકડ વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ઘણી માહિતી મળી છે, જેની આપણે તપાસ કરવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ