બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / સ્પોર્ટસ / Cricket / On this day, 39 years ago, Team India hoisted the tricolor at Lord's, Kapil's stalwarts won the World Cup for the first time.

ક્રિકેટ / આજનાં દિવસે 39 વર્ષ પહેલા લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ લહેરાવ્યો હતો તિરંગો, કપિલનાં ધુરંધરોએ પહેલી વખત જીત્યો હતો વર્લ્ડકપ

Megha

Last Updated: 01:09 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

39 વર્ષ પહેલા આજેનો જ એ ઐતિહાસિક દિવસ છે જયારે કપિલદેવે અગુવાઈમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે કરોડો ભારતીયો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

ભારતીય ક્રિકેટને આટલી ઉંચાઈઓ પર પંહોચાડવા માટે ઘણા કેપ્ટન અને ખેલાડીઓનું ઘણું મોટું યોગદાન છે. આજ ક્રિકેટ દરેક ભારતીયને પસંદીતા ગેમ છે પણ એક સમય એવો હતો જયારે ભારતીય ક્રિકેટરો અને ક્રિકેટ વિશે લોકોને કશું જાણવામાં કોઈ રસ નહતો. આજથી બિલકુલ ૩૯ વર્ષ પહેલા આ હાલતને બદલનાર એક અનોખો કિસ્સો બન્યો હતો જ્યાં આજના જ એ ઐતિહાસિક દિવસે કપિલદેવે અગુવાઈમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. ૧૯૭૫ના વિશ્વકપમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. પછી ૧૯૭૯માં ભારતનું પ્રદર્શન ફરી એક વાર નિરાશાજનક રહ્યું અને ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ હારીને ભારતીય ટીમ સ્વદેશ પાછી ફરી. ૧૯૮૩માં કપિલદેવના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમવા ગઈ ત્યારે તેની કોશિશ ફક્ત ગ્રૂપ સ્ટેજમાં સારું પ્રદર્શન કરવાની હતી. કોઈએ નહોતું વિચાર્યું કે કપિલની આ ટીમ વિન્ડીઝને હરાવીને ખિતાબ પણ જીતી લેશે. જ્યારે લોર્ડ્સની બાલ્કનીમાં કપિલે વિશ્વકપની ટ્રોફી ઉઠાવી ત્યારે કરોડો ભારતીયો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

જો કે ૧૯૮૩માં જયારે ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા પંહોચી હતી ત્યારે કોઈને પણ આ ટીમ વર્લ્ડ કપમાં લાંબો સમય ટકશે એવી પણ આશા નહતી. એ પરિસ્થિતિને રજુ કરતી એક ફિલ્મ પણ આવી છે જેમાં દર્શાવેલ દરેક દ્રશ્યો સાચા છે. એ સમયે કોઈને પણ ભારતીય ટીમ પર જરા પણ ભરોસો નહતો. આ વર્લ્ડ કપ શરુ થયો એ પહેલા જ ટીમમાં ઘણા બદલવા કરવામાં આવ્યા હતા. ટીમના કેપ્ટનની જવાબદારી સુનીલ ગાવસ્કરને બદલે કપિલદેવે સોંપવામાં આવી હતી અને એ સમયે કપિલ દેવ એક માત્ર એવા વ્યક્તિ હતા જેની આંખોમાં વર્લ્ડ કપ જીતવાના સપના હતા. 

૧૯૭૫ના વિશ્વકપમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. પછી ૧૯૭૯માં ભારતનું પ્રદર્શન ફરી એક વાર નિરાશાજનક રહ્યું હતું. આમ બે વખત ખુબ ખરાબ રીતે પ્રદશન કરનાર ભારતીય ટીમ પર લોકોને તો શું ખુદ ટીમના લોકોને પણ ભરોસો નહતો કે તે લોકો વર્લ્ડ કપ જીતી શકશે પણ ભારતે પ્રથમ મેચમાં વિન્ડીઝ સામે જીતીને કેરેબિયન ટીમને ૫૫ ઓવરમાં ૨૨૮ રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. 

ત્યાં જ બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને મેન ઓફ ધ મેચ મદનલાલના શાનદાર બોલિંગ પ્રદર્શનની મદદથી ૫૧.૪ ઓવરમાં ૧૫૫ રનમાં ઓલઆઉટ કરી દીધું પણ ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટ ગુમાવીને ૩૨૦ રનનો સ્કોર ખડક્યો. ભારતીય ટીમ ૩૭.૫ ઓવરમાં માત્ર ૧૫૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ચોથી મેચમાં પણ ભારત વિન્ડીઝ સામે હારી ગયું.

ભારતીય ટીમ પહેલી વાર વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. લોર્ડ્સ રમાયેલી એ ફાઇનલમાં બે વાર ચેમ્પિયન બનેલી વિન્ડીઝની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ ૫૪.૪ ઓવરમાં ૧૮૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ ૩૮ રન શ્રીકાંતે બનાવ્યા હતા. ત્યારબાદ ભારતના બોલરો ત્રાટક્યા અને વિન્ડીઝની ટીમનો વાવટો માત્ર ૧૪૦ રનમાં સમેટી દીધો. એ જીત સાથે જ ટૂર્નામેન્ટમાં નબળી મનાતી ભારતીય ટીમ પહેલી વાર વિશ્વ ચેમ્પિયન બની. મોહીન્દર અમરનાથને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ