પહેલી જૂને ભાઈ-બહેનની ફિલ્મની થશે સામ-સામે ટક્કર

By : vishal 01:57 PM, 17 May 2018 | Updated : 02:05 PM, 17 May 2018
સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, પહેલી જુને ભાઈ-બહેન સામ-સામે ટક્કર લેશે. બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર આહુજા અને તેનો સગો ભાઇ હર્ષવર્ધન બંનેની ફિલ્મ એક જ દિવશે રજુ થાય તેવી શક્યતા છે.  

જુન મહિનાની પહેલી તારીખે સોનમ કપૂરની ફિલ્મ 'વીરે દી વેડિંગ' અને હર્ષવર્ધનની 'ભાવેશ જોશી' સુપરહીરો ફિલ્મ રજૂ થવાની છે એટલે કે, એક જ દિવસે બંને ભાઇબહેન બોક્સ ઑફિસ પર ટકરાશે. 

સોનમ કપૂરે તાજેતરમાં પોતાના પાંચ વર્ષ જૂના બોયફ્રેન્ડ દિલ્હીના વેપારી આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. કરીના કપૂર પોતાને હવે કપૂર ખાન તરીકે ઓળખાવે છે એમ સોનમે પોતાને સોનમ કપૂર આહુજા તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું છે.

મળતી માહિતી મુજબ, અગાઉ 'ભાવેશ જોશી' ૨૫મી મેએ રજૂ થવાની હતી પરંતુ એના સર્જકોને લાગ્યું હતું કે, પહેલી જૂન વિતરણની દ્રષ્ટિએ વધુ અનુકૂળ છે એટલે રિલિઝ ડેટ બદલાવી હતી. ભાવેશ જોશીમાં એક કોમન મેન ભ્રષ્ટાચાર સામે લડતાં લડતાં કઈ રીતે સુપરહીરો બની જાય છે એની વાત છે. આ ફિલ્મ ઇરોઝ ઇન્ટરનેશનલ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ, વિકાસ બહલ, મધુ મન્ટેના અને અનુરાગ કશ્યપનું સહિયારરૂ નિર્માણ છે. 

તો બીજી બાજુ વીરે દી વેડિંગ હર્ષવર્ધન અને સોનમ કપૂરની બહેન રિયા કપૂર, એકતા અને શોભા કપૂર તેમજ નિખિલ દ્વિવેદીનું સહિયારું સર્જન છે. એમાં કરીના કપૂર ખાન જેવી ટોચની અભિનેત્રી ચમકી રહી છે.Recent Story

Popular Story