બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / On Alpesh's statement to Candidate from Radhanpur, BJP MLA said, "I am a contender."

વિખવાદ / રાધનપુરથી જ ચૂંટણી લડવાના અલ્પેશના નિવેદન પર ભાજપના પૂર્વ MLAએ કહ્યું- 'હું દાવેદાર છું'

Kishor

Last Updated: 04:33 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠાકોર સમાજના આગેવાન અને રાધનપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ચુંટણી અંગેના નિવેદનથી રાજકીય વિખવાદ જાગ્યો છે.

  • અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ચૂંટણી લડવાનો હુંકાર કરી રાજ્કીય મધપૂડો છંછેડ્યો
  • અલ્પેશ ઠાકોર મારી પર પાયાવિહોણા આક્ષેપ કરે છે: લવીંગજી ઠાકોર
  • પાર્ટી જે પણ સ્થાનિક ઉમેદવાર નક્કી કરશે અમે તેને જીતાડીશું: લવીંગજી ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમનને લઈને રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન આજે રાધનપુર ખાતે આયોજીત ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નમાં ઠાકોર સમાજના આગેવાન અને રાધનપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. જેમાં તેમણે આ વિસ્તારમાંથી ચુંટણી લડવાનો હુંકાર કરતાં રાજ્કીય મધપૂડો છંછેડ્યો છે. રાજકિય વિખવાદની માફક અલ્પેશ ઠાકોરના નિવેદન બાદ પૂર્વ MLA અને ભાજપ નેતા લવીંગજી ઠાકોરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હું પણ રાધનપુરનો દાવેદાર છું અને હરીફ ઉમેદવાર હોવાથી અલ્પેશ ઠાકોર મારા ઉપર પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે. 

હું હરીફ દાવેદાર છું એટલે અલ્પેશ ઠાકોર મારી પર ખોટા આક્ષેપ કરે છે: લવીંગજી ઠાકોર
ચુંટણીના આગમન પહેલા આક્ષેપ, પ્રતિઆક્ષેપ, દવાઓ અને જાહેરાતોની મોસમ પૂરબહારમાં ખિલતી હોય છે. આવા સમયે ક્ષત્રિય ઠારોરના સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેલ અલ્પેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે તેવો હુંકાર કર્યો હતો. 2022 વિધાનસભાની ચૂંટણી રાધનપુરથી જ લડીશ. સાથે સાથે જો નહીં લડુ તો મારો વિરોધ કરનારાને પણ  હું ચૂંટણી નહીં લડવા દઉ'. તેમ તમણે નિવેદન આપ્યું હતું. આ નિવેદનને પગલે પૂર્વ MLA અને ભાજપ નેતા લવીંગજી ઠાકોરે પણ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે અલ્પેશ ઠાકોરના નિવેદનને પડકાર્યું હતું. તેમણે કહ્યું હતુ કે હું પણ રાધનપુર વિધાનસભા સીટનો દાવેદાર છું. હું હરીફ દાવેદાર છું એટલે અલ્પેશ ઠાકોર મારી પર ખોટા આક્ષેપ કરી રહ્યા છે. વધુમાં લવીંગજી ઠાકોરે જણાવ્યુ હતું કે પાર્ટી જે પણ સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારશે તેને જીતાડવા અમે ભાજપના આગેવાનો કાર્યકરો દિવસ-રાત એક કરીને મહેનત કરશું. 

પાર્ટીનો આદેશ હશે તો લડીશું: અલ્પેશ ઠાકોર 
રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવાના રાધનપુર ખાતે આયોજીત ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નમાં અલ્પેશ ઠાકોરે નિવેદનમાં જણાવ્યુ હતું કે તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે રાધનપુરથી મેણું ભાંગવાની વાત કરી હતી અને તેઓને વિરોધ કરનાર પૂર્વ ધારાસભ્યો પર આકરા પ્રહાર કરી જે લોકો વિરોધ કરે છે તેઓ ભૂલી જાવ કે તેમે ચુંટણી લડી શકશો તેમ જણાવ્યુ હતું.આ નિવેદન બાદ VTV NEWS સાથે વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, પાર્ટીનો આદેશ હશે તો લડીશું, નહીં તો નહીં લડીએ, લોકોની અને મારી લાગણી વ્યક્ત કરી છે, નિર્ણય તો પાર્ટીએ કરવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ