બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / omicron variant lesson for india situation out of control in hon kong

મોટો ફફડાટ / લાશો માટે જગ્યા નથી, ટોટલ લૉકડાઉનની શક્યતા: ઓમિક્રૉને ભારતના પડોશી દેશને ઘમરોળ્યું, આપણાં માટે પણ અલર્ટ !

Pravin

Last Updated: 02:09 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કેસો ઘટ્યા છે, તે બાબતને ધ્યાનમાં લઈને આપણે જરાં પણ લાપરવાહી ન કરી શકીએ. કેમ કે, તેના માટે આપણી સામે હોંગકોંગનું તાજૂ ઉદાહરણ છે, જે જોવા જેવું છે.

  • હોંગકોંગમાં ભયંકર હાલત
  • કોરોનાનો રાફડો ફાટ્યો
  • મૃતદેહો માટે પણ જગ્યા ખૂટી

 

કોરોનાના કેસો ઘટ્યા છે, તે બાબતને ધ્યાનમાં લઈને આપણે જરાં પણ લાપરવાહી ન કરી શકીએ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધારે નવા કેસો આવ્યા છે. મહામારી ધીમે પડવી તે રાહતની વાત છે, પણ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. ભારતે હોંગકોંગમાંથી સબક લેવાની જરૂર છે. ક્યારેય ઝીરો કોવિડના કારણે વાહવાહી લૂટનારા હોંગકોંગ હહવે ભૂંડી રીતે વાયરસની ચપેટમાં આવી ગયું છે. મડદા ઘર ભરેલા છે, હોસ્પિટલોમાં જગ્યા નથી, ટોટલ લોકડાઉનની આશંકા છે. ટેન્શનવાળું ટ્રેંડ એ છે કે, ત્યાં મોતના આંકડા પણ વધી રહ્યા છે. ખાસ કરીને રસી ન લગાવનારામાં, ગત અઠવાડીયામાં પ્રતિ 10 લાખની વસ્તી પર કોરોનાના સૌથી વધારે મોત હોંગકોંગમાં જ નોંધાયા હતા.

હોંગકોંગમાં ગત વર્ષે કોરોનાને કાબૂમાં કરવામાં સફળતા મળી હતી, પણ હવે ફેલ થતું જઈ રહ્યું છે. ત્યાં છેલ્લા બે અઠવાડીયામાં સવા ત્રણ લાખથી વધારે કેસ આવી ચુક્યા છે. હોસ્પિટલોમાં જગ્યા નથી અને હેલ્થ વર્કર્સની હાલત બ્રેકિંગ પોઈન્ટ સુધી પહોંચી ગઈ છે. સોમવારે શહેરમાં 25, 150 નવા કેસો સામે આવ્યા છે અને 280 લોકોના મોત પણ થઈ ગયા છે. 

ઓમિક્રોને હોંગકોંગના હેલ્થકેર સિસ્ટમની કમર તોડી નાખી છે. પબ્લિક ટ્રાંસપોર્ટ, મોલ, પોસ્ટલ સર્વિસિઝ, સુપરમાર્કેટ્સ અને ફાર્મેસીમાં સ્ટાફની કમી ઉભી છે. ગભરાયેલા નાગરિકો સુપરમાર્કેટ્સ ખાલી કરી દીધી છે. સેલ્વસ પર કંઈ વધ્યું નથી.

હોંગકોંગની હાલત પરથી સબક લેવાની જરૂર છે. ભારતમાં ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર આવી. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓમિક્રોનના BA.3 સબ વેરિએન્ટની તપાસ શરૂ કરી છે. BA.1 અને BA.2 તો લગભગ એક જેવો જ છે, પણ BA.3 વિશે વધારે માહિતી નથી આવી. BA.3 સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં ટ્રેસ કરવામાં આવ્યો હતો. જો કે, ત્યાં વધારે કેસો આવ્યા નહોતા, પણ વૈજ્ઞાનિકોએ મ્યૂટેશંસનો ખતરો જાહેર કર્યો હતો.

ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, હવે કોરોના વાયરસ ભારતમાં પોતાના ખાત્મા તરફ આગળ વધી રહ્યો છે. જો કે, કેટલાય એક્સપર્ટ હજૂ પણ એવો અંદાજ લગાવી રહ્યા છે કે, મે જૂનમાં કેસો ફરી વાર વધી શકે છે. પણ આ વખતે દેશમાં સ્થિતી સમગ્રપણે કંટ્રોલ હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં આઈઆઈટી કાનપુરના પ્રોફેસર તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મે જૂનમાં કેસો ફરીથી વધી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી દેખાઈ શકે છે, પણ આ દરમિયાન કોરોના અત્યંત હળવા લક્ષણવાળો જ રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3993 નવા કેસો આવ્યા છે. આ દરમિયાન 108 લોકોના મોત પણ થયા છે. તાજા આંકડા અનુસાર દેશમાં કોરોનાના 49,948 એક્ટિવ કેસો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ