Omicron stays on skin for over 21 hours, more than 8 days on plastic
મહામારી /
ચામડી પર 21 કલાક અને પ્લાસ્ટિક પર 8 દિવસ જીવતો રહે છે ઓમિક્રોન, જાપાનના વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો
Team VTV08:53 PM, 26 Jan 22
| Updated: 09:06 PM, 26 Jan 22
કોરોનાનો અત્યંત ચેપી ઓમિક્રોન વેરિયન્ટ આઠ દિવસ સુધી પ્લાસ્ટિકની સપાટી પર જીવતો રહી શકે છે તેવો વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે.
ઓમિક્રોનને લઈને જાપાનના વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો
ઓમિક્રોન આઠ દિવસ સુધી પ્લાસ્ટિક પર જીવતો રહી શકે છે
ચામડી પર 21 દિવસ ચોંટેલો રહે છે
જાપાનની ક્યોટો પ્રીફેક્ચરલ યુનિવર્સિટી ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા એક મોટા સ્ટડીમાં ઓમિક્રોનને લઈને કેટલીક ગંભીર બાબતો પ્રકાશમાં આવી છે જે ચિંતા વધારી શકે છે.
ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું તારણ
ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓમિક્રોન પ્લાસ્ટિક પર 8 દિવસ અને ત્વચા પર 21 દિવસ જીવતો રહી શકે છે, આને કારણે ઓમિક્રોન સૌથી વધારે સંક્રમક બની રહે છે. વિશ્વ આરોગ્ય સંગઠન પણ ઓમિક્રોન વેરિયન્ટને ખતરનાક ગણાવી ચૂક્યું છે.
ઘણા સમય સુધી જીવિત રહે છે ઓમિક્રોન
ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સ્ટડીમાં જણાવ્યાનુસાર, આલ્ફા, બીટા, ડેલ્ટા કરતા ઓમિક્રોન ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. સાર્ક-કોવ-2 વાયરસના જીવિત રહેવાની ક્ષમતા પર વૈજ્ઞાનિકોએ સ્ટડી હાથ ધર્યો અને તેમાં આવી માહિતી બહાર આવી.
ઓમિક્રોનની ઉંમર તમામ વેરિયન્ટ કરતા વધારે
સંશોધકોએ જણાવ્યું કે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા કરતા ઓમિક્રોન પ્લાસ્ટિક પર 56 કલાક સુધી જીવિત રહી શકે છે.
સેનિટાઈઝર સામે પણ વધી રહી છે વેરિયન્ટની પ્રતિરોધક ક્ષમતા
સેનિટાઈઝરમાં વપરાતા કમ્પાઉન્ડ સામે પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો જોવા મળ્યો હતો. જો કે, આ તમામ પ્રકારો 35% ઇથેનોલના સંપર્કમાં આવ્યા પછી મહત્તમ 15 સેકંડ સુધી ટકી રહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેરિએન્ટની ટકી રહેવાની ક્ષમતા વધવાના કારણે વ્યક્તિએ સતત હાથ સાફ કરતા રહેવું જોઇએ.
જાપાનના વૈજ્ઞાનિકોના સ્ટડીમાં મહત્વની બાબતો
ઓમિક્રોન પ્લાસ્ટિક પર ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે
ત્વચા પર 21 દિવસ સુધી જીવતો રહી શકે છે ઓમિક્રોન વેરિયન્ટ
કોરોનાના બીજા વેરિયન્ટ કરતા ઓમિક્રોનની ઉંમર સૌથી વધારે