ઓમિક્રોન વેરિએન્ટ હાલ કેર વર્તાવી રહ્યો છે ત્યારે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટના લક્ષણોમાં શું તફાવત છે જાણો.
ઓમિક્રોન વેરિએન્ટ રસીકરણ બાદ પણ સંક્રમિત કરી શકે
આ વેરિએન્ટ ફેફસા અને શ્વાસ લેવાની સિસ્ટમની જગ્યાએ ગળા પર હુમલો કરે છે
Paxlocvid ઓવરઓલ કોવિડના પેશન્ટ પર 90 ટકા અસરકારક
ઓમિક્રોન વેરિએન્ટના દેશમાં લગભગ 2600થી વધારે કેસ છે. આ વેરિએન્ટથી સંક્રમણની સંખ્યા વધી રહી છે. ભારતમાં ઓમિક્રોન અને ડેલ્ટા બન્નેના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ આ બન્ને વેરિએન્ટના લક્ષણોમાં થોડુક અંતર છે. જે અંગે જાણવું જરુરી છે.
ઓમિક્રોન વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટના લક્ષણો
એક્સપર્ટના જણાવ્યાનુસાર ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટના લક્ષણોમાં કેટલાક તફાવત જોવા મળ્યા છે. થાક, સાંધાનો દુખાવો, શરદી, શરદર્દ ઓમિક્રોનના ચાર સામાન્ય લક્ષણો છે. અન્ય સ્ટડી મુજબ નાક વહેવુ, છીંકવું અને ગળામાં ખરાશ, ભૂખ ન લાગવી જેવા લક્ષણો ઓમિક્રોનના હોઈ શકે છે. એમ્સના એક ડોક્ટરના જણાવ્યાનુંસાર ઓમિક્રોનમાં કોઈ અન્ય વેરિએન્ટની જેમ શ્વાસ ફુલવાની સમસ્યા નથી થતી. કેમ કે આ વેરિએન્ટ ફેફસા અને શ્વાસ લેવાની સિસ્ટમની જગ્યાએ ગળા પર હુમલો કરે છે. વધુમાં કહીએ તો ઓમિક્રોનથી ફેફસામાં ઓછો પ્રભાવ પડે છે. એટલે કે ડેલ્ટાની જેમ ઓમિક્રોન ફેફસાને ઓછું નુકશાન કરે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનો રેસિયો ઓછો છે.
ડેલ્ટામાં મુખ્ય લક્ષણોમાં ગંધ અને સ્વાદ ન આવવો મુખ્ય લક્ષણ હતુ. પરંતુ ગળામાં ખરાશ, નાક વહેવુ, માથાનો દુખાવો પણ તેના લક્ષણો હોઈ શકે છે.
ઓમિક્રોન, ઈમ્યુનિટી અને રસી
એક્સપર્ટનું માનવું છે કે ઓમિક્રોન વેરિએન્ટ રસીકરણ બાદ પણ સંક્રમિત કરી શકે છે. પરંતુ હાલમાં આ વાયરસ બાર-બાર મ્યૂટેટ થઈ રહ્યા છે. એટલા માટે આ અંગે હજું વધારે રિસર્ચ કરવાની જરુર છે. જેમાં દુનિયાભરના સાયન્ટિસ્ટ લાગેલા છે. ત્યારે રસી બનાવવા અનેક કંપનીઓ પણ રસી અને ઓરલ ડ્રગની ટેસ્ટિંગમાં લાગેલા છે.
મૈક્સ હેલ્થકેરના એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. અંબરીશ મિથલના જણાવ્યાનુસાર ફાઈઝર્સની Paxlocvid ઓવરઓલ કોવિડના પેશન્ટ પર 90 ટકા અસરકારક છે અને આ ઓમિક્રોનથી અસરકારક થઈ શકે છે.