બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મુંબઈ / omicron alert all large gatherings banned in mumbai for 2 days amid omicron threat

કોરોના વાયરસ / ઓમિક્રોનના સંકટની વચ્ચે મુંબઈમાં 2 દિવસ સુધી મોટી સભાઓ પ્રતિબંધ, અહીં ઓમિક્રોનના કેસ વધ્યા

Dharmishtha

Last Updated: 10:22 AM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 32 કેસ સામે આવ્યા છે. જેમાંથી 17 કેસ મહારાષ્ટ્રના છે.

  • ગત 24 કલાકમાં મુંબઈમાં ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા છે
  •  આ પ્રતિબંધ શનિવારે અને રવિવારે 48 કલાક સુધી અમલમાં રહેશે
  • ધારાવીમાં જોવા મળેલ કેસમાં વ્યક્તિ તાન્ઝાનિયાથી પરત આવ્યો હતો 

ગત 24 કલાકમાં મુંબઈમાં ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા છે

દેશમાં એક વાર ફરી કોરોનાનો ઓમિક્રોન ચિંતા વધારી રહ્યો છે. ત્યારે ફરી એક વાર મહારાષ્ટ્ર પર કોરોનાની ત્રીજી લહેર હાવી થતી જોવા મળી રહી છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 32 કેસ સામે આવ્યા છે.  જેમાંથી 17 કેસ મહારાષ્ટ્રના છે.  ગત 24 કલાકમાં મુંબઈમાં ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર ઓમિક્રોનના સંકટને જોતા મુંબઈમાં 2 દિવસ સુધી કોઈ મોટી સભા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, વાહનો રેલીઓ અને વિરોધ મોર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

 

આ પ્રતિબંધ શનિવારે અને રવિવારે 48 કલાક સુધી અમલમાં રહેશે

પોલીસના ઉપાયુક્ત દ્વારા જારી આદેશ મુજબ આ પ્રતિબંધ શનિવારે અને રવિવારે 48 કલાક સુધી અમલમાં રહેશે. તેમણે કહ્યું કે જે રીતે કોરોના સંક્રમણનો નવો વેરિએન્ટ દર્દીમાં મળી રહ્યો છે. તેને રોકવા અમરાવતી, માલેગાંવ અને નાંદેડ માં થયેલી હિંસાને ધ્યાનમાં રાખી કાયદા વ્યવસ્તા બનાવવાના હેતુંથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સાડા 3 વર્ષની બાળકીમાં પણ ઓમિક્રોન સંક્રમણ જોવા મળ્યું હતુ.


ધારાવીમાં જોવા મળેલ કેસમાં વ્યક્તિ તાન્ઝાનિયાથી પરત આવ્યો હતો 

આ દેશનો અત્યાર સુધીનો 32 મો ઓમિક્રૉનનો કેસ છે જેમાં શખ્સનો કેસ પોઝિટિવ આવ્યો છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક વર્ષથી ધારાવીમાં રહે છે. આ વ્યક્તિ 4 ડિસેમ્બરે ટાન્ઝાનિયાથી પાછો આવ્યો છે. એરપોર્ટ પર બે ટકા સેમ્પલના ભાગરૂપે RTPCR ટેસ્ટ માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતાં કારણ કે તાન્ઝાનિયા એટ રિસ્ક દેશોની કેટેગરીમાં શામેલ નથી.   આ વ્યક્તિને રિઝલ્ટ આવવા સુધી એરપોર્ટ પર જ રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. રાત્રે તે ધારાવી રવાના થયો હતો પરંતુ એ દરમિયાન તેનો RTPCR પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ મેડિકલ ટીમ દ્વારા તેને અને સાથે બે લોકોને ટ્રેક કરવામાં આવ્યા હતા અને તેમણે બીજા લોકો સાથે મળતા અટકાવવામાં આવ્યા હતા.  આ વ્યક્તિએ રસીનો એક પણ ડોઝ નથી લીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ