ટોક્યો ઓલિમ્પિકની સમાપ્તિ બાદ ભારતના ખેલાડીઓ સોમવાર સાંજે ભારત પરત ફરી રહ્યાં છે.
સોમવારે સાંજે પરત ફરશે ખેલાડીઓ
ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનું સન્માન
છેલ્લી ઘડીયે બદલાયુ સમારોહનું સ્થળ
સાંજે પરત ફરશે ખેલાડીઓ
સાંજે 5 વાગ્યાની આસપાસ ખેલાડીઓને લઇને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કરશે. જે બાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી મેડલિસ્ટનું સન્માન કરવામાં આવશે. પહેલા આ કાર્યક્રમ 6.30 વાગે સાંજે ધ્યાનચંદ સ્ટેડિયમમાં કરવામાં આવવાનો હતો પરંતુ છેલ્લી ઘડીયે કાર્યક્રમમાં ફેરફાર થઇ ગયો છે.
છેલ્લી ઘડીએ બદલાયો કાર્યક્રમ
રાજધાની દિલ્હીમાં થઇ રહેલા મૂશળધાર વરસાદના કારણે કાર્યક્રમને અશોકા હોટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. સોમવારે સવારે જ આ નિર્ણય લેવામાં આવ્યો અને હવે દરેક તૈયારીઓ હૉટલ અશોકામાં કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાશે
ટોક્યો ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતે કુલ 7 પદક જીત્યા છે અને સાંજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાય તેવી શક્યતાઓ પણ છે.
પહેલીવાર એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ
અત્યાર સુધી અલગ અલગ રમતોમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યા છે પરંતુ આ પહેલીવાર એવું થઇ રહ્યું છે કે એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. નિરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ લાવીને ઇતિહાસ રચી દીધો છે.