ઓલાનું કહેવું છે કે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર મહિલાઓની જરૂર છે.
Ola મહિલાઓને આપશે રોજગાર
10 હજાર મહિલાઓ કરશે કામ
ફેક્ટરીમાં કામ કરશે ફક્ત મહિલાઓ
આ વર્ષે 15 ઓગસ્ટે ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરનાર ઓલા (Ola electric scooters)એ મેન્યુફેક્ચરિંગ માટે 10 હજાર મહિલા કર્મચારીઓ વાળું એક કારખાનું બનાવવાનો પ્લાન કર્યો છે. તેનું કામકાજ સંપૂર્ણ રીતે મહિલાઓના હાથમાં જ રહેશે. ઓલાનું કહેવું છે કે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર મહિલાઓની જરૂર છે.
Olaના CEOએ ટ્વીટ કરી આપી માહિતી
Olaના CEO ભાવિશ અગ્રવાલે એક ટ્વીટમાં કહ્યું કે, "આજે મને એ એલાન કરતા ગર્વ થઈ રહ્યો છે કે ઓલા ફ્યુચર ફેક્ટ્રીને સંપૂર્ણ રીતે મહિલાઓના દ્વારા સંચાલિત કરવામાં આવશે. અમે આ વર્કફોર્સના પહેલા પ્રોડક્શનનું આ અઠવાડિયે સ્વાગત કર્યું છે અને સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થવા પર આ કારખાનામાં 10,000 મહિલાઓ હશે. હું ઓલા વુમન ઓનલી ફેક્ટ્રી અને દુનિયાના એવા કારખાનાનું એલાન કરવામાં ગર્વ મેહસુસ કરી રહ્યો છું. "
Aatmanirbhar Bharat requires Aatmanirbhar women!
Proud to share that the Ola Futurefactory will be run ENTIRELY by women, 10,000+ at full scale! It’ll be the largest all-women factory in the world!!🙂
Olaએ બે ઈલેક્ટ્રિક સ્કૂટર Ola S1 અને Ola S1 Pro લોન્ચ કર્યું છે તેમાં Ola S1ની એક્સ-શો રૂમ પ્રાઈઝ 99,999 રૂપિયા અને Ola S1 Proની પ્રાઈઝ 1,29,999 રૂપિયા છે.
પેપર વર્ક વગર મળશે લોન
ભાવિશ અગ્રવાલે અમુક દિવસ પહેલા એક ટ્વીટમાં કહ્યું હતું કે કંપનીએ Ola S1ની ખરીદીને સંપૂર્ણ રીતે ડિજિટલ બનાવી દીધુ છે. અહીં સુધી કે લોનની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ અને પેપરલેસ કરવામાં આવ્યું છે. અમે પોતાના ગ્રાહકોને પોતાની તરફથી પહેલું ડિજિટલ પરચેઝ અનુભવ પ્રદાન કરવા માંગીએ છીએ.