બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મુંબઈ / objectionable statement against the descendants of chhatrapati shivaji

એક્શન / વકીલને મોંઘી પડી શિવાજી મહારાજ વિશેની અપમાનજનક ટિપ્પણી, કોર્ટે જુઓ શું આપ્યા આદેશ

Kavan

Last Updated: 06:46 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સતારા જિલ્લાની અદાલતે શુક્રવારે એડવોકેટ ગુણરતન સદાવર્તેને છત્રપતિ શિવાજી મહારાજના પરિવાર વિરુદ્ધ ભડકાઉ નિવેદનો કરવા બદલ ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

  • મહારાષ્ટ્રના વકીલને મોંઘી પડી શિવાજી મહારાજ વિશે ટિપ્પણી
  • કોર્ટે આપ્યા પોલીસ કસ્ટડીમાં મોકલવાના આદેશ 
  • બે વર્ષ જૂના કેસની તપાસમાં કરી કાર્યવાહી

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ના કર્મચારીઓના વકીલ સદાવર્તેને ગુરુવારે મુંબઈથી સતારા પોલીસે ધરપકડ કરી હતી અને બે વર્ષ જૂના કેસની તપાસ માટે અહીં લાવવામાં આવી હતી.

સદાવર્તે સંભાજીરાજે વિરુદ્ધ બોલ્યા
બે વર્ષ પહેલા, સદાવર્તેએ મહાન મરાઠા યોદ્ધાના વંશજો છત્રપતિ ઉદયનરાજે ભોસલે અને છત્રપતિ સંભાજીરાજે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. સામાજિક કાર્યકર રાજેન્દ્ર નિકમે તે સમયે વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સદાવર્તે તપાસ માટે પોલીસના સમન્સની અવગણના કરી હતી.

115 MSRTC કર્મચારીઓ, એક પત્રકાર અને એક વકીલની ધરપકડ
ગયા અઠવાડિયે, 8 એપ્રિલે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારના ઘર પર હુમલા બાદ, સદાવર્તેની MSRTCના 115 કર્મચારીઓ, એક પત્રકાર અને અન્યો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેના પોલીસ રિમાન્ડ અને બાદમાં ન્યાયિક કસ્ટડી પછી, મુંબઈની કોર્ટે સદાવર્તને તેની કસ્ટડીમાં લેવાની સતારા પોલીસને મંજૂરી આપી. આ પછી ગુરુવારે તેની ધરપકડ કરીને સતારા લઈ જવામાં આવ્યો હતો.

કોર્ટે આપ્યા કાર્યવાહીના આદેશ

બચાવ અને સામાજિક કાર્યકર્તા રાજેન્દ્ર નિકમના વકીલો અને પ્રતિવાદીઓની ઉગ્ર દલીલો પછી, સાતારા કોર્ટે સદાવર્તને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ