બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / બિઝનેસ / nykaa ipo Falguni Nayar family wealth increase many fold crores bse nse

સુપર વુમન / મહિલાએ જાતે ઊભી કરી કંપની, IPOથી રાતોરાત પરિવારની સંપત્તિ 26,869 કરોડ વધી, બિઝનેસ જગતમાં ચારો તરફ ચર્ચા

Arohi

Last Updated: 12:23 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર બજારમાં Nykaaની પેરેન્ટ FSN E-Commerce Ventures Ltdની શાનદાર લિસ્ટિંગ થઈ છે

  • ચારે બાજુ ફાલ્ગુની નાયરની ચર્ચા 
  • મહિલાએ જાતે ઉભી કરી કંપની 
  • IPOની શાનદાર લિસ્ટિંગ 

બ્યુટી ઈ-કોમર્સ કંપની Nykaa IPOની જબરદસ્ત સફળતાથી તેની પ્રમોટર ફાલ્ગુની નાયરના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. શેર બજારમાં Nykaaની પેરેન્ટ FSN E-Commerce Ventures Ltdની શાનદાર લિસ્ટિંગ થઈ છે અને તેના કારણે ફાલ્ગુની પણ માલામાલ થઈ ગઈ છે. તે અમીરીના મામલામાં હવે બાયોકોનની કિરણ મજૂમદાર શો, હેવેલ્સના અનિલ રાય ગુપ્તા જેવા ઘણા વ્યાપારીઓ કરતા પણ ઉપર થઈ ગઈ છે. 

નાયકામાં 50 ટકાથી વધારે ભાગીદારી 
ફાલ્ગુની નાયર અને તેના પરિવારના ટ્રસ્ટ ઓફિસની નાયકામાં 50 ટકાથી વધારે ભાગીદારી છે. તેમની સામુહિક સંપત્તિ હવે વધીને 54,831 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આઈપીઓથી પહેલા નાયર અને તેના પરિવારની સંપત્તિ ફક્ત 27,962 કરોડ રૂપિયાના બરાબર હતી. નાયકાના પ્રમોટર્સમાં ફાલ્ગુની નાયરની ફેમિલી ટ્રસ્ટ, તેના પતિ સંજય નાયરની ફેમિલી ટ્રસ્ટ, તેના દિકરા, દિકરી અને માતા રશ્મિ મેહતાના ટ્રસ્ટ પણ શામેલ છે. 

આ બિઝનેસમેનને છોડ્યા પાછળ 
આ સંપત્તિના મામલામાં નાયર પરિવાર હવે Havellsના અનિલ રાય ગુપ્તા, Motherson Sumiના વિવેક ચંદ સહગલ, Maricoના હર્ષ મારીવાલા, આયશર (Eicher)ના સિદ્ધાર્થ લાલ અને Torrent Pharmaના સમીર મહેતાથી પણ આગળ થઈ ગયા છે. નાયર પરિવારે આ મામલામાં બાયોકોનની કિરણ મજુમદાર શો અને Apollo Hospitals ની રેડ્ડી સિસ્ટર્સને પણ પાછળ મુકી દીધા છે. 

1,04,360.85 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ
આઈપીઓ બાદ હવે નાયરની ફેમિલી ટ્રસ્ટની આ કંપનીમાં ભાગીદારી 22.04 ટકા રહી હઈ છે. તેના પતિના ટ્રસ્ટની 23.37 ટકા ભાગીદારી છે.  લગભગ 1,04,360.85 કરોડ રૂપિયાના માર્કેટ કેપની સાથે નાયકા ભારતની ટોપ 100 લિસ્ટેડ કંપનીઓમાં શામેલ થઈ ગઈ છે. 

વર્ષ 2012માં નાયકાની શરૂઆત
ફાલ્ગુની નાયરને હવે Bloomberg Billionaires Indexમાં જગ્યા મળી છે. આ ઉપલબ્ધિ અત્યાર સુધી ભારતની ફક્ત છ મહિલાઓને મળી છે. Bloombergએ તેમને ભારતની સૌથી ધની સેલ્ફ મેડ મહિલા વ્યાપારી ગણાવી છે. ઈનવેસ્ટમેન્ટ બેન્કરનું આકર્ષક કરિયર છોડીને ફાલ્ગુની નાયરે વર્ષ 2012માં નાયકાની શરૂઆત કરી હતી. 

1600થી વધુ લોકોની ટીમનું નેતૃત્વ કરતા ફાલ્ગુનીએ એક બ્યૂટી અને લાઈફસ્ટાઈલ રિટેલ એમ્પાયર નાયકાનું નિર્માણ કર્યું છે. જે પોતાના ખાનગી લેવલ સહિત 1500 પ્લસ બ્રાન્ડોના પોર્ટફોલિયોની સાથે ભારતના અગ્રણી બ્યૂટી રિટેલરના રૂપમાં ભરાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ