NTAGI to consider giving 'additional' dose of Covid vaccine to immunocompromised
મહામારી /
ભારતમાં ઓમિક્રોનના હાહાકારની વચ્ચે આવતીકાલે કેન્દ્રની મોટી બેઠક, લેવાઈ શકે આ નિર્ણય
Team VTV09:31 PM, 05 Dec 21
| Updated: 09:35 PM, 05 Dec 21
એડિશનલ ડોઝ અને બાળકોની વેક્સિન પર સંભવિત નિર્ણય લેવા માટે આવતીકાલે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપની બેઠક મળી રહી છે.
આવતીકાલે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપની બેઠક
એડિશનલ ડોઝ અને બાળકોની વેક્સિન પર લેવાઈ શકે મોટો નિર્ણય
ઓમિક્રોનના ખતરાની વચ્ચે ખૂબ મહત્વના સમાચાર
સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરે કેન્દ્ર સરકાર હેઠળની વેક્સિનેશન પરની નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપની બેઠક મળવાની છે જેમાં આ મુદ્દે મોટો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં વેક્સિન લેનાર પણ નબળી રોગપ્રતિકાર શક્તિ ધરાવનાર લોકોને કોરોનાના એડિશનલ ડોઝ આપવાની વિચારણા થઈ શકે છે. વેક્સિનનો એડિશનલ ડોઝ બૂસ્ટર ડોઝથી અલગ છે.
The Covid-19 working group of the National Technical Advisory Group on Immunization (NTAGI) is likely to meet tomorrow to discuss additional dose of #COVID19 & pediatric vaccination: Sources pic.twitter.com/BkRFnDTkpi
વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ જો કોઈ વ્યક્તિની રોગપ્રતિકાર શક્તિમાં ઘટાડો થયો છે તેવું સામે તો તેવા વ્યક્તિને બૂસ્ટર ડોઝ અપાતો હોય છે. જ્યારે પહેલા વેક્સિનના બન્ને ડોઝ કોઈ વ્યક્તિને રોગ પ્રતિકાર શક્તિ પૂરી ન પાડે તેવા કિસ્સામાં એડિશનલ ડોઝ અપાતો હોય છે.
ભારતમાં ઓમિક્રોનનો કેર, અત્યાર સુધી નોંધાયા 21 કેસ, રવિવારે એક દિવસમાં 16 કેસ
રાજસ્થાનમાં એક જ પરિવારના 9 સભ્યોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પરિવાર 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને મુંબઈ થઈને જયપુર આવ્યો હતો. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેમના સેમ્પલને જીનોમ સિકન્વસિંગ માટે મોકલી દેવાયા છે. આ પરિવારના તમામ સભ્યોને રાજસ્થાન સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં દાખલ કરાયો છે. તેમના સંપર્કમાં આવેલા 5 લોકોનો ટેસ્ટ પણ ઓમિક્રોન પોઝિટીવ આવ્યો છે.
મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનના વધુ 7 કેસ નોંધાયા
રાજસ્થાન પહેલા રવિવારે મહારાષ્ટ્રમાંથી પણ ઓમિક્રોનના 7 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસની સંખ્યા 8 થઈ છે. જેમાં પિંપરીમાં વધુ 6 અને પુણેમાં વધુ 1 કેસ નોંધાયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 8 કેસ નોંધાયા છે. જ્યારે સમગ્ર દેશમાં 21 કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જ જોવા મળી હતી.