બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / Now you can get wireless Bluetooth earbuds at the click of a button just follow these tips

ટેક્નોલોજી / હવે ચપટી વગાડતા જ મળી જશે વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સ, બસ ફૉલો કરો આ ટિપ્સ

Arohi

Last Updated: 01:00 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલેસ બ્લૂટૂથ ઈયરબડ્સ ખોવાઈ જતાં લોકો પરેશાન થઈ જાય છે. કેટલીકવાર તે પાછુ મળતુ પણ નથી. પરંતુ જો સાવધાની સાથે તેને ઉપયોગ કરવામાં આવે તો તે ખોવાઈ જવાથી બચાવી શકાય છે. આ સિવાય જો તે ખોવાઈ જાય તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં એક એપ ડાઉનલોડ કરી અને રેન્જ ફોલો કરીને તેને સર્ચ કરી શકો છો.

  • તમારે પણ વારંવાર ખોવાઈ જાય છે ઈયરબડ્સ? 
  • ચપટી વગાડતા મળી જશે વાયરલેસ બ્લૂટૂથ ઈયરબડ્સ 
  • બસ ફોલો કરો આ ટિપ્સ

વાયરલેસ બ્લૂટૂથ ઈયરબડ્સ ખરીદ્યા પછી લોકો તેનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરે છે. તેની કિંમત વાયર્ડ ઇયરબડ્સ કરતાં વધુ હોય છે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આજ કારણ છે કે લોકો તેનો ઉપયોગ કરવાનું વધારે પ્રિફર કરે છે.

લોકો ભીડવાળા રસ્તાઓ, મેટ્રો અને મોલમાં તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ ભીડ વાળી જગ્યા પર તેનું ગુમ થઈ જવું છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

સરળતાથી શોધી શકો છો ગુમ થયેલા ઈયરબડ્સ 
વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સ ગુમ થયા પછી હવે તમે તેને ખૂબ જ સરળતાથી શોધી શકો છો. આ માટે ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ ફ્રીમાં ઉપલબ્ધ છે. તમારે ફક્ત તેને ડાઉનલોડ કરવાની રહેશે.

સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો આ એપ 
વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સ ક્યાંક મુક્યા પછી લોકો ભૂલી જાય છે. તમને પણ આ મુશ્કેલી છે તો ઘરની કોઈ જગ્યાએ ભૂલથી ખોવાઈ જાય પછી તેને શોધવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી Wunderfind: Find Lost Device એપ ફ્રીમાં ડાઉનલોડ કરવાની રહેશે. 

જ્યારે સ્માર્ટફોન બ્લૂટૂથથી કનેક્ટ થાય છે ત્યારે તમે આ એપની મદદથી રેન્જ ચેક કરી શકો છો. એપ્લિકેશનમાંની રેન્જને ફોલો કરીને સ્માર્ટફોનને ઇયરબડ્સની તરફ લઈ જાઓ. આ રીતે તમે સરળતાથી ઇયરબડ્સ શોધી શકો છો. 

ઇયરબડ્સને ગુમ થવાથી બચાવવા માટે ખરીદો આ ગેજેટ 
શું તમે પણ વાયરલેસ બ્લૂટૂથ ઈયરબડને કોઈ જગ્યાએ મૂક્યા પછી વારંવાર ભૂલી જાઓ છો? તેનાથી બચવા માટે ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટમાં ગેજેટ ઉપલબ્ધ છે. Silicon Magnetic Strap cableની શરૂઆતી કિંમત માત્ર રૂ.75 થી શરૂ થાય છે. 

તેને ઈયરબડ્સમાં લગાવ્યા બાદ તેને સરળતાથી ગળામાં લટકાવી શકાય છે. આ સિવાય તેને કોઈપણ જગ્યાએ રાખવું પણ ખૂબ જ સરળ છે. ગીચ રસ્તાઓ પર ચાલતી વખતે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ઇયરબડ્સ ગુમ ન થાય તે માટે ફોલો કરો આ ટ્રીક 
ઇયરબડ્સ ખોવાઈ ન જાય તે માટે તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકો જરૂર ન હોવા છતાં તેને હંમેશા કાનમાં રાખે છે. જેના કારણે કાનને નુકસાન થાય છે આ સિવાય કોઈ જગ્યાએ આકસ્મિક રીતે ઈયરબડ્સ પડી જવાની પણ શક્યતાઓ રહે છે. 

જ્યારે જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો. આ સિવાય તેને બહાર કાઢીને તેના કેસમાં રાખો. જો તમે તેને વારંવાર ગુમાવવા અંગે ચિંતિત હોવ તો તેના બદલે તમે નેક બેન્ડનો ઉપયોગ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ